સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે અને જેમાં જોવા મળી રહ્યું છે કે કાર્યક્રમ પછી શિંદે સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે સ્ટેજ પર કાર્યકરોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને વધુ વજનને કારણે સ્ટેજ અચાનક તૂટી પડ્યું હતું, અને ઘટનામાં કોઈ ઈજા થઈ નથી.
એકનાથ શિંદે (વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ: X)
મહારાષ્ટ્રનાં અને તેમાં પણ ખાસ કરીને મુંબઈમાં દહીં હાંડીનો ઉત્સવ ખૂબ જ અનેરો હોય છે. ગઈ કાલે નવી મુંબઈના ઘણસોલીમાં દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ હાજરી આપી હતી. જોકે આ દરમિયાને ક ઘટના બની હતી, જેમાં તેઓ માંડ માંડ બચી ગયા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જન્માષ્ટમીના દિવસે મહારાષ્ટ્રના અનેક ભાગોમાં દહીંહાંડી ઉજવણીનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થાણે જિલ્લાના અન્ય ભાગોમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ઘણસોલીમાં એક ઉજવણી દરમિયાન, ભીડને કારણે સ્ટેજ પડી ગયું હતું, જોકે શિંદે તેમાંથી માંડ માંડ બચી ગયા. સ્ટેજ પર લોકોની વધુ પડતી ભીડ થઈ જતાં સ્ટેજ તૂટી પડ્યું હતું. ઘટના બાદ તરત જ ભીડમાં ગભરાટ ફેલાયો હતો. જોકે સુરક્ષા અધિકારીઓ દ્વારા શિંદેને ઝડપથી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા. શનિવારે રાત્રે ઘણસોલીમાં દહીંહાંડી કાર્યક્રમમાં આ ઘટના બની હતી
ADVERTISEMENT
સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે અને જેમાં જોવા મળી રહ્યું છે કે કાર્યક્રમ પછી શિંદે સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે સ્ટેજ પર કાર્યકરોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને વધુ વજનને કારણે સ્ટેજ અચાનક તૂટી પડ્યું હતું, અને ઘટનામાં કોઈ ઈજાના અહેવાલ નથી.
? #ठाणे |
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) August 16, 2025
कान्हा कान्हा बाळ कृष्णा,
दहीहंडीचा तुझा खेळ...
गोप-गोपिका आनंदित,
तुझ्या भक्तीत तल्लीन...
ठाणे शहरातील माजी #शिवसेना आमदार रवींद्र फाटक यांच्या पुढाकाराने आयोजित करण्यात येणाऱ्या प्रतिष्ठित संकल्प प्रतिष्ठानच्या दहीहंडी उत्सवाला उपस्थित राहून गोविंदांचा उत्साह… pic.twitter.com/1fIFbdSfsa
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બન્નેએ કૃષ્ણ જન્માષ્ટમી 2025 ના અવસર પર મુંબઈ અને થાણેમાં અનેક દહીંહાંડી ઉજવણીમાં હાજરી આપી હતી. તેમણે તેમના X એકાઉન્ટ્સ પર અનેક મેળાવડાના વીડિયો અને ફોટા શૅર કર્યા છે. એક કાર્યક્રમની અપડેટ શૅર કરતા શિંદેએ લખ્યું, “મેં થાણે શહેરમાં #Shivsenaના ભૂતપૂર્વ ધારાસભ્ય રવિન્દ્ર ફાટકના ઉપક્રમે સંકલ્પ પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત દહીં હાંડી ઉત્સવમાં હાજરી આપી હતી, ગોવિંદાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.”
દસ થરનો રેકોર્ડ
છેલ્લાં કેટલાંક વર્ષોથી જોગેશ્વરીનું જય જવાન પથક ૯ થર બનાવી રહ્યું હતું, પણ તેમને ૧૦ થર બનાવવામાં સફળતા મળતી નહોતી. ગઈ કાલે જોગેશ્વરીના જ કોકણનગરના પથકે ૧૦ થર બનાવી ઇતિહાસ રચી દીધો હતો. થાણેના વર્તકનગરમાં રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકના NGO સંસ્કૃતિ યુવા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત દહીહંડીમાં કોકણનગર ગોવિંદા પથકે પહેલી વાર ૧૦ થર લગાડી ઇતિહાસ રચ્યો હતો અને પચીસ લાખ રૂપિયાનું કૅશ-પ્રાઇઝ અંકે કરી લીધું હતું. એટલું જ નહીં, તેમણે ઉપરના ચાર થર ફક્ત એક જ ખેલાડી પર એક એમ બનાવ્યા હતા જે ગોવિંદાની ભાષામાં ચાર એક્કા કહેવાય છે. આવું કરનાર પણ એ પ્રથમ પથક બન્યું હતું.

