શેતકરી કામગાર પક્ષના ઉમેદવાર ઉપરાંત શિવસેના (UBT)ના પદાધિકારીઓ અને કાર્યકરોએ પણ પક્ષપલટો કર્યો
પ્રતીકાત્મક તસવીર
પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી પહેલાં પનવેલમાં શેતકરી કામગાર પાર્ટી (શેકાપ) અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (UBT)ને શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ મોટો ઝટકો આપ્યો હતો. પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વૉર્ડ-નંબર ૯નાં શેકાપ ઉમેદવાર કરુણા નાઈકે પાર્ટીના બીજા પદાધિકારી-કાર્યકરો સાથે ઑફિશ્યલી BJPમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ વૉર્ડ-નંબર 2-Tના શિવસેના (UBT)ના કેટલાક સ્થાનિક કાર્યકરો અને પદાધિકારીઓએ પણ BJPમાં એન્ટ્રી લઈ લીધી છે. આ કાર્યક્રમ BJPના પનવેલ કાર્યાલયમાં યોજાયો હતો. પનવેલના વિધાનસભ્ય પ્રશાંત ઠાકુર, ઉત્તર રાયગડ જિલ્લાના પાર્ટીપ્રમુખ અવિનાશ કોલી અને પાર્ટીના સિનિયર લીડર અરુણ શેઠ ભગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રચાર શરૂ થઈ ગયો
ADVERTISEMENT

ગઈ કાલે વરલીની નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયાના ડોમમાં BJP-શિવસેનાની સંયુક્ત સભા યોજાઈ હતી. તસવીર : સૈયદ સમીર અબેદી
થાણેમાં ૧૫ દિવસમાં ૨.૭૫ કરોડનાં ડ્રગ્સ, હથિયારો અને રોકડા ઝડપાયાં
ઇલેક્શનને ધ્યાનમાં રાખીને તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાં પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા માટે ચેકિંગ વધારી દીધું હોવાનું જાણવા મળ્યું છે. થાણેમાં પોલીસ, એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપલ ઑફિસર્સની ટીમોએ ૧૫ ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી દરમ્યાન ગેરકાયદે દારૂ, ડ્રગ્સ, હથિયારો અને રોકડા રૂપિયા મળીને કુલ ૨.૭૫ કરોડ રૂપિયાની કિંમતનો માલસામાન જપ્ત કર્યો હતો. આ માલસામાનમાં ૨.૨૮ કરોડ રૂપિયાનાં ૫૭,૯૩૭ કિલો ડ્રગ્સ, ૫૯ ગેરકાયદે હથિયારો અને ૨૬.૮ લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યાં હતાં.


