આજે સવારે નીલમ પંચાલે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં માઁ એવું લખીને બાજુમાં રડતું ઈમોજી મૂક્યું છે અને સાથે ઓમ શાંતિ એવું લખીને 12/05/1951 થી 11/03/2025ની તારીખ લખી છે જેના પરથી સમજી શકાય છે કે નીલમ પંચાલનાં માતાનું નિધન થઈ ગયું છે.
નીલમ પંચાલ, મિહિર રાજડા અને બહેનોની મમ્મી સાથેની તસવીરોનો કૉલાજ
નીલમ પંચાલનું નામ આવે એટલે કદાચ જ કોઈને તેમની ઓળખ આપવાનું થાય. હેલ્લારો જેવી નેશનલ એવૉર્ડ વિનર ફિલ્મમાં અભિનેત્રી તરીકે કામ કરી ચૂક્યા છે, આ સિવાય તેમની ફિલ્મ 21મું ટિફિન પણ ખૂબ જ જાણીતી થઈ. આ સિવાય નીલમ પંચાલે એક સમયે પોતાની વાતચીતમાં કહ્યું હતું કે મારી મમ્મી નીલમ પંચાલની મમ્મી તરીકે ઓળખાય એ સપનું પૂરું કરવું છે. આજે નીલમ પંચાલના માતા વસંતીબાનું નિધન થવાના સમાચાર આવ્યા છે
નીલમ પંચાલે પોતે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી સ્ટોરી શૅર કરીને પોતાના માતા વસંતીબાનાં નિધનના સમાચાર આપ્યા છે.
ADVERTISEMENT
છેલ્લા ઘણાં સમયથી નીલમ પંચાલ પોતાની માતા સાથે તેમની તબિયતમાં ધ્યાન રાખતાં હોય, તેમને મસ્તી કરાવતાં હોય તેવા વીડિયોઝ અને ફોટોઝ શૅર કરી રહ્યાં હતાં, આ સિવાય ગઈકાલે તેમણે એવી સ્ટોરીઝ પણ શૅર કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે તેમની માતાને પ્રાર્થનાઓની ખૂબ જ જરૂર છે. આજે સવારે નીલમ પંચાલે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં માઁ એવું લખીને બાજુમાં રડતું ઈમોજી મૂક્યું છે અને સાથે ઓમ શાંતિ એવું લખીને 12/05/1951 થી 11/03/2025ની તારીખ લખી છે જેના પરથી સમજી શકાય છે કે નીલમ પંચાલનાં માતાનું નિધન થઈ ગયું છે.
View this post on Instagram
નીલમ પંચાલ પોતે સાડાચાર વર્ષનાં હતાં તે સમયે જ તેમના પિતાનું નિધન થઈ ગયું હતું. જીવનમાં અનેક કઠોર પરિસ્થિતિઓનો સામનો કર્યા બાદ નીલમ પંચાલના માતાએ તેમની ચાર દીકરીઓને મોટી કરી, નીલમ પંચાલ આજે એક પબ્લિક ફીગર છે. તેઓ સતત પોતાનાં જીવનની અનેક નાની-મોટી માહિતી સોશિયલ મીડિયા દ્વારા શૅર કરીને પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે. નીલમ પંચાલે તાજેતરમાં જ પોતાના માતાને હૉસ્પિટલમાં લઈ જતી વખતની કેટલીક તસવીરો અને વીડિયોઝ પણ શૅર કર્યા હતા. જેમાં જોઈ શકાય છે કે હૉસ્પિટલ જતી વખતે તેમના મનમાં જે પણ ચિંતાના ભાવ હોય પણ તે દુઃખને ચહેરા પર ન આવવા દેનારી મહિલા એટલે નીલમ પંચાલ અને તેમના માતા. કદાચ આ હિંમત નીલમ પંચાલને તેમની માતા પાસેથી જ મળી હશે.
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી કરવામાં આવી. આ સમયે પણ નીલમ પંચાલે માતા માટેનો પ્રેમ દર્શાવ્યો હતો. તેમણે પોતાની પોસ્ટમાં મમ્મીને સંબોધીને શુભેચ્છાઓ આપી હતી, આ સિવાય તેમની માતાની હૉસ્પિટલમાં શું સ્થિતિ છે તે પણ વીડિયો દ્વારા શૅર કર્યું હતું. નીલમ પંચાલ પોતે એક ઊમદા અને પ્રેમાળ માતા તો છે જ પણ તેમનાં માતતાસાથેનો તેમનો નાતો પણ કંઈક આવો જ છે જે તેમના વીડિયોઝમાં જોઈ શકાય છે. ઈશ્વર નીલમ પંચાલ તેમજ તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.

