મહારાષ્ટ્રના મિનિસ્ટર નીતેશ રાણે ભડક્યા MNS પર
નીતેશ રાણે
મહારાષ્ટ્રમાં નવ નિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ મરાઠી ન બોલી શકતા મીરા રોડના દુકાનદારને માર્યો. એની ટીકા કરતાં રાજ્યના ફિશરીઝ ડિપાર્ટમેન્ટના પ્રધાન નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘ગોળ ટોપી પહેરતા દાઢીવાળા લોકો, જાવેદ અખ્તર કે આમિર ખાન મરાઠી બોલે છે? આ ફક્ત ગરીબ હિન્દુઓ માટે જ છે? ગરીબ અને હિન્દુઓ પર કોઈ હાથ ઉપાડશે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.’
નીતેશ રાણેએ MNSના કાર્યકરો પર નિશાન તાકતાં કહ્યું હતું કે ‘હિન્દુઓની મારઝૂડ કરો છો. એટલી જ હિંમત હોય તો નળબજાર અને મોહમ્મદ અલી રોડ પર જઈને મારપીટ કરી બતાવો. ત્યાં જઈને કાનપટ્ટી દેવાની હિંમત નથી તો ગરીબ હિન્દુઓને શા માટે મારો છો? સરકાર હિન્દુત્વવાદી છે, એ ત્રીજું નેત્ર ખોલશે. આ તો હિન્દુઓમાં ભાગલા પડાવવાની કોશિશ કરીને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.’
ADVERTISEMENT
નૅશનલ પાર્કમાં ત્રણ નવાં વાઘબાળ જોવા ચાલો
સંજય ગાંધી નૅશનલ પાર્કમાં એક વર્ષ પહેલાં જન્મેલાં ત્રણ વાઘબાળને તાજેતરમાં ટાઇગર સફારીમાં મુક્ત કરવામાં આવ્યાં હતાં, જેને પગલે ટૂરિસ્ટોને મજા પડી ગઈ છે. તસવીરો : પ્રદીપ ધિવાર.

