પોલીસે આપેલી માહિતી મુજબ બુધવારે સાંજે ૬.૩૦ વાગ્યે કલ્પક હાઉસિંગ સોસાયટીના બહુમાળી બિલ્ડિંગની ટેરેસ પરથી કૂદીને મહિલાએ આત્મહત્યા કરી હતી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પુણેમાં રહેતી ૩૧ વર્ષની મહિલાએ સાસરિયાંના ત્રાસથી કંટાળીને ૬ વર્ષના દીકરાને લઈને બિલ્ડિંગની ટેરેસ પરથી ઝંપલાવી દીધું હતું. મહિલાએ સુસાઇડ-નોટમાં નણંદના ત્રાસને કારણે આ પગલું ભર્યું હોવાનું લખ્યું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ બુધવારે સાંજે ૬.૩૦ વાગ્યે કલ્પક હાઉસિંગ સોસાયટીના બહુમાળી બિલ્ડિંગની ટેરેસ પરથી કૂદીને મહિલાએ આત્મહત્યા કરી હતી. સાથે તે પોતાના ૬ વર્ષના દીકરાને લઈને કૂદી હોવાથી મા-દીકરા બન્નેનો જીવ ગયો હતો. આ મહિલાનું નામ મયૂરી શશિકાંત દેશમુખ છે. તેણે પોતાના ઘરમાં એક નોટબુકમાં સુસાઇડ-નોટ મૂકી હતી જેમાં લખ્યું હતું કે તે નણંદની હેરાનગતિથી કંટાળીને અંતિમ પગલું ભરી રહી છે.

