અનેક પરિવાર, યુવાનોનું ગ્રુપ, દંપતીઓ વરસાદની મજા લેવા નૅશનલ પાર્ક આવ્યાં હતાં પણ તેમને બધાંને પાછાં કાઢવામાં આવ્યાં હતાં.
નૅશનલ પાર્કમાં નો એન્ટ્રી
સામાન્યપણે મૉન્સૂનમાં જે દિવસે વરસાદ હોય એ દિવસે બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં આવતા સહેલાણીઓની સંખ્યા બહુ વધી જતી હોય છે. મુંબઈગરાઓ અને બહારગામથી આવેલા લોકો પણ ત્યાંના જંગલના માહોલ અને સાથે જ ધસમસતી દહિસર નદી જોવા અને ખાસ તો કાન્હેરી ગુફાના ઉપરવાસમાં જઈ વરસાદનો આનંદ લેતા હોય છે. કાન્હેરીના ધોધમાં નહાવાની મજા લેતા હોય છે. જોકે ગઈ કાલે સાવચેતી દાખવી કોઈ દુર્ઘટના ન થાય એ માટે સહેલાણીઓને એન્ટ્રી જ આપવામાં આવી નહોતી. અનેક પરિવાર, યુવાનોનું ગ્રુપ, દંપતીઓ વરસાદની મજા લેવા નૅશનલ પાર્ક આવ્યાં હતાં પણ તેમને બધાંને પાછાં કાઢવામાં આવ્યાં હતાં.

