Tamil nadu Train Fire: તિરુવલ્લુર નજીક આગની ઘટનાને કારણે સલામતીના પગલાના ભાગરૂપે ઓવરહેડ પાવર કટ કરવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
આજે સવારે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ તિરુવલ્લુર રેલવે સ્ટેશન નજીક ડીઝલના જથ્થાને લઈ જઇ રહેલી એક માલગાડીના ચાર વેગનમાં ભીષણ આગ ફાટી (Tamil nadu Train Fire) નીકળી હતી. આગની પ્રકાંડ જ્વાળાઓ જોવા મળતાં આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. વેગનમાંથી પ્રચંડ જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના (Tamil nadu Train Fire)માં કોઈ જાનહાનિ કે આસપાસની સંપત્તિને નુકસાન થયું નથી જોકે અત્યંત જ્વલનશીલ ડીઝલની હાજરીને કારણે આગ વધુ મોટા પ્રમાણમાં ફેલાઈ હતી. રેસ્ક્યૂ ટીમોએ ઘટનાસ્થળે પહોંચી જઈને પરિસ્થિતિ સંભાળી લીધી હતી. ફાયર વિભાગની ટીમોએ આગને ઓલવી છે. ટ્રેનમાં ડીઝલ હોવાથી આગનું સ્વરૂપ ભયાવહ બન્યું હતું. જેની માટે વધારાની ટીમો પણ સ્થળે મોકલવામાં આવી છે. આ ઘટના તિરુવલ્લુર રેલવે સ્ટેશન નજીક બની હતી. સાવચેતીના પગલા તરીકે આસપાસના વિસ્તારોમાંથી લોકોને સ્થળ છોડીને સલામત જગ્યાએ જવા માટે કહેવાયું હતું.
ADVERTISEMENT
ક્રૂડ ઓઈલના ટેંકર્સ લઈ જવામાં આવી રહ્યા હતા
ક્રૂડ ઓઈલના ૪૫ જેટલાં ટેન્કર આ માલગાડીમાં ભરવામાં આવ્યા હતા. આ માલગાડી ચેન્નઈના એન્નોરથી રવાના થઈ અને મુંબઈ જઈ રહી હતી ત્યારે આ ઘટના તિરુવલ્લુર નજીક એગટ્ટુર વિસ્તારમાં સવારે બની હતી. રેલવે સૂત્રો (Tamil nadu Train Fire)ના જણાવ્યા અનુસાર, એક ટેન્કરમાં અચાનક આગ લાગી હતી અને આગની જ્વાળાઓ ઝડપથી બીજા ટેન્કરમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે આગ વિકરાળ બની હતી.
દક્ષિણ રેલવે દ્વારા એક પોસ્ટ જારી કરીને આ દુર્ઘટનાને પગલે લોકોને આવતી ટ્રેનોને માટે અલર્ટ આપ્યું છે. તેમાં જણાવાયું છે કે તિરુવલ્લુર નજીક આગની ઘટનાને કારણે સલામતીના પગલાના ભાગરૂપે ઓવરહેડ પાવર કટ કરવામાં આવ્યો છે. તેના કારણે ટ્રેનની કામગીરીમાં થોડોક વિક્ષેપ થાય એમ છે. મુસાફરોને મુસાફરી કરતાં અગાઉ અપડેટ્સ મેળવવા વિનંતી.
3 ડબ્બા પાટા પરથી ઊતર્યા અને ઈંધણના લીકેજને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળ્યું છે. હજી આ આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. જોકે આ ઘટનાને કારણે ચેન્નઈથી આવતી-જતી ટ્રેન સેવાઓ પર અસર પડી છે. આ ઘટનાથી ટ્રેન સેવામાં સારો એવો વિક્ષેપ પડ્યો છે, ખાસ કરીને તિરુવલ્લુરમાંથી પસાર થતી તમામ ટ્રેનોને અસર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સદનસીબે આ ઘટના (Tamil nadu Train Fire)માં હાલ સુધી તો કોઈ ઈજાના અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ પર નિયંત્રણ મેળવ્યા પછી સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. રેલવેના વરિષ્ઠ અધિકારીઓ અને ફાયર સર્વિસની ટીમો સ્થળ પર સ્થિતિ પર નજર રાખી રહી છે.

