સિંગર અમેય ડબલીએ હાલમાં ઈશા અંબાણી અને આનંદ પિરામલની પહેલી મુલાકાત કઇ રીતે થઈ હતી તે વિશે ખુલાસો કર્યો છે. સિંગરે જણાવ્યું હતું કે આ બંનેની પહેલી મુલાકાત મહાબળેશ્વરમાં થઈ હતી.
સિંગર અમેય ડબલી અને બીજી તસવીરમાં ઈશા અંબાણી- આનંદ પિરામલ
બૉલીવુડના જાણીતા સિંગર અમેય ડબલી (Ameya Dabli)એ તાજેતરમાં જ ઈશા અંબાણી અને આનંદ પિરામલને લઈને અજાણી વાત લોકો સામે મૂકી હતી. સિંગરે આ કપલના પ્રી-વેડિંગ સેલિબ્રેશન અંગેની પણ એવી વાત શૅર કરી હતી કે જે બહુ લોકોના ધ્યાનમાં આવી નથી.
સિંગર અમેય ડબલીએ હાલમાં ઈશા અંબાણી અને આનંદ પિરામલની પહેલી મુલાકાત કઇ રીતે થઈ હતી તે વિશે ખુલાસો કર્યો છે. સિંગરે જણાવ્યું હતું કે આ બંનેની પહેલી મુલાકાત મહાબળેશ્વરમાં થઈ હતી.
ADVERTISEMENT
મુકેશ અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને અજય અને સ્વાતિ પિરામલના પુત્ર આનંદ પિરામલે એકબીજાને ૨૦૧૬થી ડેટ કરતાં હતાં. આ બંને ૨૦૧૮માં એક શાહી સમારોહમાં લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. માહિતી અનુસાર સિંગર અમેય ડબલી (Ameya Dabli)ને તેમના ફાર્મહાઉસમાં પિરામલ ફૅમિલી દ્વારા આયોજિત એક પ્રાઇવેટ પાર્ટીમાં પરફોર્મન્સ માટે ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગને યાદ કરતાં સિંગર ડબલીએ કહે છે કે, "તે મારા માટે અદ્ભુત ક્ષણ હતી. કારણ કે હજી તો દુનિયાને આ બંનેનાં લગ્ન વિશે ખબર પડે તે પહેલાં મને મહાબળેશ્વર બોલાવ્યો હતો. કારણ કે અજય પિરામલ અને સ્વાતિજી મને ઘણાં વર્ષોથી ઓળખે છે. અમે સારાં મિત્રો છીએ"
તેઓએ કહ્યું હતું કે તેમને એક દિવસ અચાનક ઇન્વિટેશન મળ્યું. રાત્રે સાડા અગિયારે ફોન આવ્યો અને તેઓને કહેવામાં આવ્યું કે આવતીકાલે તેઓએ મહાબળેશ્વર જવાનું છે. પિરામલ ફૅમિલીએ સિંગરને કહ્યું હતું કે માત્ર દસ જેટલાં જ મહેમાનો તેમના ફાર્મહાઉસમાં ઉપસ્થિત રહેવાના છે.
સિંગર (Ameya Dabli) આગળ જણાવે છે કે, "બીજા દિવસે સવારે સ્વાતીજીએ મને ફોન કરીને કહ્યું કે કોકિલાબેન, મુકેશ ભાઈ, નીતા ભાભી અને અન્ય લોકો જોડવાનાં છે. તેઓને ઈચ્છા હતી કે હું સવાર માટે પ્રાર્થના અને બપોરના સમય માટે ઊર્જાસભર પરફોર્મન્સ આપું. ખાસ તો, ગુજરાતી અને મારવાડી ફૅમિલી જોડવાના હોવાથી બોલિવૂડમાંથી પણ કોઈક આવવાનું હતું"
સિંગર ડબલીએ નોંધ્યું હતું કે ઈશા અને આનંદ વચ્ચેના લગ્ન અથવા સંબંધનો કોઈ સત્તાવાર ઉલ્લેખ નથી. જોકે, મને ઈશા અને આનંદ એકબીજાને પસંદ કરે છે અથવા લગ્ન કરવાના છે તે અંગે કોઈ વાત કરવામાં આવી નહોતી. મને માત્ર પરફોર્મન્સ માટે કહેવામાં આવ્યું હતું. બીજા દિવસે મંદિરમાં આનંદે ઈશાને પ્રપોઝ કર્યું હતું. તે ખરેખર સુંદર પળ હતી.
સિંગરે (Ameya Dabli) ઈશા-આનંદના પ્રપોઝલ પહેલાંની રાત્રિની એક વાત શૅર કરતાં કહ્યું કે, "મેં પરફોર્મન્સ દરમિયાન તે બંનેને વાત કરતાં જોયાં હતાં. ત્યારે જ દેખાઈ આવ્યું હતું કે ઈશા અને આનંદ વચ્ચે એકબીજા માટે ફ્રેન્ડશિપ કરતાં પણ વિશેષ ભાવ હતો."
પોતાના ભાવસભર પરફોર્મન્સ માટે જાણીતા અમેય ડબલી અત્યારે ઇન્દોર, હૈદરાબાદ, મુંબઈ, પુણે, બેંગ્લોર, અમદાવાદ, જયપુર, જોધપુર, સુરત, દિલ્હી અને કોલકાતામાં પરફોર્મન્સ કરતી તેમની જાણીતી કોન્સર્ટ શ્રેણી "કૃષ્ણા-મ્યુઝિક, બ્લિસ એન્ડ બિયોન્ડ" માટે અગિયાર શહેરોના પ્રવાસે છે.

