સુપ્રિયા સુળેએ લખ્યું કે, "ઍર ઈન્ડિયાની ફ્લાઈટ્સ સતત મોડી ઉડે છે. આ અસ્વીકાર્ય છે. અમે પ્રીમિયમ ભાડું આપીએ છીએ, પણ તેમ છતાં ફ્લાઇટ્સ ક્યારેય સમયસર નથી હોતી."
સુપ્રિયા સુળે (ફાઈલ તસવીર)
સુપ્રિયા સુળેએ લખ્યું કે, "ઍર ઈન્ડિયાની ફ્લાઈટ્સ સતત મોડી ઉડે છે. આ અસ્વીકાર્ય છે. અમે પ્રીમિયમ ભાડું આપીએ છીએ, પણ તેમ છતાં ફ્લાઇટ્સ ક્યારેય સમયસર નથી હોતી."
એનસીપી એસપી સાંસદ સુપ્રિયા સુળેએ ફ્લાઈટમાં મોડું થવાને લઈને ઍર ઈન્ડિયાની આકરી ટીકા કરી છે. તેમણે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂને અપીલ કરી કે તે ઍરલાઈન્સને જવાબદાર બનાવા માટે કડક નિયમ કાયદા લાગુ પાડે. સુપ્રિયા સુળેએ જણાવ્યું કે તેમની ફ્લાઈટ લગભગ એક કલાક 19 મિનિટ મોડી પડી. તેમણે કહ્યું કે એ સતત જોવા મળી રહ્યું છે કે ફ્લાઈટ્સમાં મોડું થી રહ્યું છે અને આથી પ્રવાસીઓ હેરાન થઈ રહ્યા છે.
ADVERTISEMENT
ઍર ઇન્ડિયા ઍરલાઇન ફરી એકવાર વિવાદમાં છે. એનસીપી (શરદ જૂથ) ના લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ ફ્લાઇટમાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી છે અને વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા છે. તેમણે ઍરલાઇનની જવાબદારીની માંગ કરી છે. સુપ્રિયાએ કહ્યું કે આ એક સતત વલણનો ભાગ બની ગયું છે અને તે અસ્વીકાર્ય છે.
સુપ્રિયાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, હું ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI0508 માં મુસાફરી કરી રહી છું જે 1 કલાક 19 મિનિટ મોડી ચાલી રહી છે. આ એક સતત વલણનો ભાગ બની ગયું છે, જેના કારણે મુસાફરોને અસુવિધા થાય છે. આ અસ્વીકાર્ય છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુને વારંવાર વિલંબ માટે ઍર ઇન્ડિયા જેવી ઍરલાઇન્સને જવાબદાર ઠેરવવા અને મુસાફરોને સારી સેવા સુનિશ્ચિત કરવા માટે કડક નિયમો લાગુ કરવા વિનંતી કરવામાં આવી છે.
સુપ્રિયા સુળેએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીને અપીલ કરી
સુપ્રિયા સુળેએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, `હું ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI0508 માં મુસાફરી કરી રહી હતી, પરંતુ તે એક કલાક અને 19 મિનિટના મોડા ઉડાન ભરી. આ સતત જોવા મળી રહ્યું છે અને તેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અસ્વીકાર્ય છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુને કડક નિયમો લાગુ કરવા અપીલ કરીએ છીએ જેથી ઍર ઇન્ડિયા જેવી ઍરલાઇન્સને વારંવાર થતા વિલંબ માટે જવાબદાર ઠેરવી શકાય અને મુસાફરો માટે વધુ સારા સેવા ધોરણો સુનિશ્ચિત કરી શકાય.
બીજી પોસ્ટમાં સુળેએ લખ્યું, `ઍર ઇન્ડિયાની ફ્લાઇટ્સ સતત મોડી પડી રહી છે. આ અસ્વીકાર્ય છે. અમે પ્રીમિયમ ભાડા ચૂકવીએ છીએ, છતાં પણ ફ્લાઇટ્સ ક્યારેય સમયસર આવતી નથી. બાળકો, વૃદ્ધો અને કામ કરતા લોકો, બધા જ આ ગેરવહીવટથી પ્રભાવિત થાય છે.
ઍર ઇન્ડિયાએ સ્પષ્ટતા આપી
ઍર ઇન્ડિયાએ સુપ્રિયા સુળેની સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપ્યો છે. ઍર ઇન્ડિયાએ લખ્યું, `મેડમ, અમે સમજીએ છીએ કે વિલંબ ખૂબ જ નિરાશાજનક હોઈ શકે છે. જોકે ઘણી વખત ઓપરેશનલ સમસ્યાઓને કારણે વિલંબ થાય છે જેના કારણે ફ્લાઇટ્સ ફરીથી શેડ્યૂલ કરવી પડે છે, પરંતુ આ અમારા નિયંત્રણની બહાર છે. આવી જ સમસ્યાને કારણે તમારી મુંબઈની ફ્લાઇટ એક કલાક મોડી પડી હતી.

