પરજિયા સોનીનો ટુર્નામેન્ટમાં અત્યાર સુધીનો બેસ્ટ પર્ફોર્મન્સ ૨૦૨૩માં રહ્યો હતો જ્યારે સેમી-ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે હાલાઈ લોહાણા સામે હારી જતાં ફાઇનલમાં પ્રવેશનું સપનું ત્યારે તૂટી ગયું હતું.
વિકી સોની કૅપ્ટન, પરજિયા સોની, રમેશ જબુઆણી કૅપ્ટન, કચ્છી કડવા પાટીદાર
કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં આજે મિડ-ડે કપની ૧૭મી સીઝનની ફાઇનલમાં બે બળિયા કચ્છી કડવા પાટીદાર અને પરજિયા સોની વચ્ચે જંગ જામવાનો છે. મિડ-ડે કપમાં કચ્છી કડવા પાટીદાર આજે પાંચમી વાર ફાઇનલ માટે મેદાનમાં ઊતરશે, જ્યારે પરજિયા સોની પ્રથમ વાર. આગલી ચારેય ફાઇનલમાં કચ્છી કડવા પાટીદાર વિજય થયું એટલે કચ્છી કડવા પાટીદાર હજી સુધી ક્યારેય ફાઇનલમાં હાર્યું નથી. ૨૦૧૭માં કચ્છી લોહાણા સામે ૧૪૪ રનથી, ૨૦૧૮માં કપોળ સામે બાવીસ રનથી, ૨૦૧૯માં ફરી કચ્છી લોહાણા સામે ૧૧૭ રનથી અને ૨૦૨૦માં ચરોતર રૂખીને ૮૭ રનથી હરાવીને ચૅમ્પિયન બન્યું હતું. પરજિયા સોનીનો ટુર્નામેન્ટમાં અત્યાર સુધીનો બેસ્ટ પર્ફોર્મન્સ ૨૦૨૩માં રહ્યો હતો જ્યારે સેમી-ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે હાલાઈ લોહાણા સામે હારી જતાં ફાઇનલમાં પ્રવેશનું સપનું ત્યારે તૂટી ગયું હતું.
મિડ-ડે કપમાં સૌથી વધુ ચાર વાર ચૅમ્પિયન બનવાનો રેકૉર્ડ સંયુક્ત રીતે ચરોતર રૂખી અને કચ્છી કડવા પાટીદારના નામે છે. હવે જોઈએ આજે કચ્છી કડવા પાટીદાર ફરી કમાલ કરીને પાંચમી વાર ટ્રોફી જીતીને એક નવો રેકૉર્ડ પોતાના નામે બનાવે છે કે પરજિયા સોની તેમનું સોલિડ ફૉર્મ જાળવી રાખીને ટુર્નામેન્ટના ચૅમ્પિયનોમાં તેમનું નામ લખાવે છે કે નહીં.
ADVERTISEMENT
આ સીઝનમાં બન્ને ટીમ વચ્ચેની ટક્કરમાં શું થયું હતું?
આ જ સીઝનમાં કચ્છી કડવા પાટીદાર અને પરજિયા સોની સુપર સિક્સ રાઉન્ડમાં એકબીજા સામે ટકરાઈ ચૂક્યા છે. સુપર સિક્સની પોતાની પહેલી મૅચમાં કપોળ સામે હારી ચૂક્યું હોવાથી ટુર્નામેન્ટમાં ટકી રહેવા કચ્છી કડવા પાટીદાર માટે એ મૅચ જીતવી જરૂરી હતી. જ્યારે પરજિયા સોનીએ કપોળ સામેની પહેલી મૅચ જીતી લીધી હોવાથી પ્લે-ઑફમાં એન્ટ્રી ઑલમોસ્ટ પાકી કરી લીધી હતી, પણ ટૉપ-ટૂમાં સ્થાન પાકું કરવા જીતવું જરૂરી હતું. પરજિયા સોનીએ એ મૅચમાં ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૭૭ રન જ બનાવી શકી હતી. કચ્છી કડવા પાટીદાર ટીમના મૅન ઑફ મૅચ દિનેશ નાકરાણીના ૨૩ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૪૮ રનની આક્રમક ઇનિંગ્સના જોરે મૅચ ૭.૨ ઓવરમાં બે વિકેટ ગુમાવીને જીતી લઈને સુપર સિક્સના પૉઇન્ટ્સ-ટેબલમાં બીજા નંબરે પહોંચી ગઈ હતી.
રોડ ટુ ધ ફાઇનલ
લીગ રાઉન્ડ
મેઘવાળ સામે ૫૭ રનથી વિજય
લુહાર સુતાર સામે ૭૭ રનથી વિજય
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સામે ૪ રનથી પરાજય
પ્રી-ક્વૉર્ટર ફાઇનલ
વાગડ વીસા ઓસવાળ જૈન સામે ૪૯ રનથી વિજય
સુપર સિક્સ રાઉન્ડ
કપોળ સામે ૨૧ રનથી જીત
કચ્છી કડવા પાટીદાર સામે ૮ વિકેટથી પરાજય
પ્લે-ઑફ રાઉન્ડ
એલિમિનેટરમાં કપોળ સામે ૬ વિકેટથી જીત
ક્વૉલિફાયર-ટૂમાં હાલાઈ લોહાણા સામે ૮ વિકેટથી જીત
રોડ ટુ ધ ફાઇનલ
લીગ રાઉન્ડ
કચ્છી લોહાણા સામે ૬ વિકેટથી જીત
કચ્છ-વાગડ લેઉવા પટેલ સામે ૨૭ રનથી વિજય
બારેસી દરજી સામે ૪૮ રનથી જીત
પ્રી-ક્વૉર્ટર ફાઇનલ
કચ્છ-વાગડ લેઉવા પટેલ સામે ૮ વિકેટથી વિજય
સુપર સિક્સ રાઉન્ડ
કપોળ સામે ૧૫ રનથી પરાજય
પરજિયા સોની સામે ૮ વિકેટથી વિજય
પ્લે-ઑફ રાઉન્ડ
ક્વૉલિફાયર-વનમાં હાલાઈ લોહાણા સામે ૬ વિકેટથી જીત
પરજિયા સોની
વિકી સોની (કૅપ્ટન), રાહુલ સોની, જિગર સોની, પરીક્ષિત ધાણક, મોનિલ સોની, દેવાંશ હીરાણી (વિકેટકીપર), યશ ઘાણક, ધવલ ધકાણ, દેવાંગ સાગર, દેવેન સતીકુંવર, યશ સોની, ધર્મિત ધાણક, સારંગ સોની, ક્રિશિવ સોની, હૃદય સાગર, જયવીર થડેશ્વર.
આ સીઝનમાં ફાઇનલ સુધીની સફરમાં કચ્છી કડવા પાટીદાર એક વાર અને પરજિયા સોની બે વાર હારનો સામનો કરી ચૂક્યા છે
કચ્છી કડવા પાટીદાર
રમેશ જબુઆણી (કૅપ્ટન), ભાવિક ભગત, વેદાંશ ધોળુ, હિરેન રંગાણી, જેસલ નાકરાણી, વંશ પટેલ, તેજસ પટેલ, ધરમ ચોપડા (વિકેટકીપર), જિજ્ઞેશ નાકરાણી, સમર્થ પટેલ, ભાગ્ય પટેલ, હાર્દિક માવાણી, દીક્ષિત ધોળુ, મીત લીંબાણી, નીલ રંગાણી, આર્યન પટેલ, નીરવ પટેલ, દિલીપ પટેલ, પૂંજન પટેલ. બહારગામના ખેલાડીઓ : દિનેશ નાકરાણી (કચ્છ), ધર્મેશ પટેલ (મધ્ય પ્રદેશ), પ્રીતેશ છાભૈયા (કચ્છ), અંશ પટેલ (વડોદરા).

