ટ્વિટરને આજે પણ અનેક લોકો બ્લુ ચકલી (બર્ડ)ના નામથી જ ઓળખે છે. જોકે આ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મને ઈલૉન મસ્કે ખરીદી લીધા પછી તેમણે એમાં અનેક મોટા ફેરફારો કર્યા છે. ત્યાં સુધી કે ટ્વિટરનું નામ અને લોગો બન્ને મસ્કે બદલી નાખ્યાં છે.
ટ્વિટરની બ્લુ ચકલી ઊડી ગઈ ૨૯ લાખ રૂપિયામાં થઈ ડીલ
ટ્વિટરને આજે પણ અનેક લોકો બ્લુ ચકલી (બર્ડ)ના નામથી જ ઓળખે છે. જોકે આ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મને ઈલૉન મસ્કે ખરીદી લીધા પછી તેમણે એમાં અનેક મોટા ફેરફારો કર્યા છે. ત્યાં સુધી કે ટ્વિટરનું નામ અને લોગો બન્ને મસ્કે બદલી નાખ્યાં છે. એનું નામ બદલીને ‘ઍક્સ’ કરી દીધું છે. હવે અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોના હેડક્વૉર્ટર પર લાગેલા બ્લુ ચકલીવાળા આઇકૉનિક લોગોની પણ હરાજી થઈ ગઈ છે. ટ્વિટરનો પ્રખ્યાત બ્લુ બર્ડ લોગો ઑક્શનમાં ૩૪,૩૭૫ ડૉલરમાં એટલે કે ૨૯ લાખ રૂપિયા જેટલી કિંમતમાં વેચાયો છે. ૨૫૪ કિલો વજન ધરાવતા આ લોગોનું માપ ૧૨ ફુટ બાય ૯ ફુટ છે. આ લોગો જ્યારે હરાજીમાં મૂકવામાં આવ્યો ત્યારે એ સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી કે જે ખરીદી કરશે તેણે લોગો માટેનો શિપિંગ-ચાર્જ અલગ ચૂકવવો પડશે.

