પાર્ક થયેલી રિક્ષા પર એ તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું હતું. તરત જ પોલીસ અને ફાયર-બ્રિગેડ દોડી આવી હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી.
ભાંડુપમાં તોતિંગ ઝાડ તૂટી પડ્યું, સાતથી ૮ રિક્ષાને નુકસાન થયું
ભાંડુપ લેક રોડ પર ગઈ કાલે સાંજે એક તોતિંગ વૃક્ષ તૂટી પડતાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલી સાતથી ૮ રિક્ષાને નુકસાન થયું હતું. ભારે વરસાદને કારણે ઠેકઠેકાણે પાણી ભરાતાં હોવાથી એમાં વાહનો અટવાઈ જતાં હોય છે. એથી ઘણા રિક્ષાવાળાઓએ આજે રિક્ષા કાઢી ન હોવાથી લેક રોડ પર રોડની સાઇડમાં ઘણીબધી રિક્ષા પાર્ક કરેલી હતી. પાર્ક થયેલી રિક્ષા પર એ તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું હતું. તરત જ પોલીસ અને ફાયર-બ્રિગેડ દોડી આવી હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી.

