પોલીસે રમખાણ બાદ ગઈ કાલે પણ મોટો બંદોબસ્ત ગોઠવી દેતાં યવતમાં શાંતિ હતી. બન્ને જૂથના લોકોને રમખાણ ન કરવા કે ઉશ્કેરણી ન કરવા પોલીસે સમજાવ્યા હતા.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પુણેના દૌંડ જિલ્લામાં આવેલા યવતમાં શુક્રવારે સોશ્યલ મીડિયા પર વાંધજનક પોસ્ટ મૂકતાં કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. બે જૂથ દ્વારા સામસામે પથ્થરમારો, દુકાનો અને વાહનોની તોડફોડ કરી આગ ચાંપવાની ઘટના બની હતી. યવત પોલીસે કહ્યું હતું કે અમે આ રમખાણો બાબતે પાંચસો જણ સામે પાંચ કેસ નોંધ્યા છે. એમાંથી ૧૦૦ લોકોને આઇડેન્ટિફાય કરી લેવાયા છે. ૧૭ જણને તાબામાં લીધા છે. આ રમખાણમાં મોટરસાઇકલ, બે કાર, એક ધાર્મિક સ્થળ અને બેકરીને નિશાના પર લઈને એની તોડફોડ કરાઈ હતી. પોલીસે રમખાણ બાદ ગઈ કાલે પણ મોટો બંદોબસ્ત ગોઠવી દેતાં યવતમાં શાંતિ હતી. બન્ને જૂથના લોકોને રમખાણ ન કરવા કે ઉશ્કેરણી ન કરવા પોલીસે સમજાવ્યા હતા.

