ઍર ઇન્ડિયા, ઍર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઇસ જેટની ફ્લાઇટોનો નંબર આવતો હતો. સાત સ્પેશ્યલ ફ્લાઇટો પણ ઑપરેટ કરવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ગુરુવારે એક જ દિવસમાં શ્રીનગરથી ૧૦,૦૯૦ પ્રવાસીઓએ ટેક-ઑફ કર્યું હતું. શ્રીનગર ઍરપોર્ટ પર ફ્લાઇટ પકડવા માટે મોટી સંખ્યામાં ટૂરિસ્ટો પહોંચ્યા હતા અને ઍરપોર્ટ ખીચોખીચ ભરાઈ ગયું હતું. બુધવારે ૩૩૩૭ પ્રવાસીઓએ ટેક-ઑફ કર્યું હતું, પણ ગુરુવારે ૧૦,૦૯૦ પ્રવાસીઓએ શ્રીનગર છોડ્યું હતું.
સવારે ૬.૨૮થી રાત્રે ૭.૫૯ વાગ્યા સુધીમાં શ્રીનગર ઍરપોર્ટ પરથી ૧૧૦ ફ્લાઇટોએ ટેક-ઑફ કર્યું હતું. ૪૦૦૦ પ્રવાસીઓએ લૅન્ડ કર્યું હતું. શ્રીનગરથી જતી તમામ ફ્લાઇટો ફુલ હતી પણ આવનારી ફ્લાઇટમાં પૅસેન્જરોની સંખ્યા સાવ ઓછી હતી. ક્યાંક તો માત્ર ૧૦ કે ૧૫ પ્રવાસી શ્રીનગર ઊતરતા હતા. સૌથી વધારે ફ્લાઇટો ઇન્ડિગો ઍરની હતી. આ સિવાય ઍર ઇન્ડિયા, ઍર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઇસ જેટની ફ્લાઇટોનો નંબર આવતો હતો. સાત સ્પેશ્યલ ફ્લાઇટો પણ ઑપરેટ કરવામાં આવી હતી.

