દંડકારણ્ય ક્ષેત્રનું અત્યાર સુધીનું સૌથી મોટું આત્મસમર્પણ
બસ્તરના જગદલપુરમાં ગઈ કાલે આત્મસમર્પણ દરમ્યાન નક્સલવાદીઓએ હાથમાં ભારતના સંવિધાનની કૉપી લઈને હથિયાર હેઠાં મૂક્યાં હતાં
ગઈ કાલે છત્તીસગઢના બસ્તરમાં ઐતિહાસિક બદલાવ જોવા મળ્યો હતો. ગઈ કાલે ૨૧૦ નક્સલવાદીઓએ હથિયારો છોડી આત્મસમર્પણ કરીને ફરીથી સંવિધાનના રાહે ચાલવાનું
પસંદ કર્યું હતું. આ નક્સલવાદીઓમાં એક સેન્ટ્રલ કમિટીનો સભ્ય, ૪ દંડકારણ્ય સ્પેશ્યલ ઝોન કમિટીના સભ્ય અને ૨૧ ડિવિઝનલ કમિટીના સભ્ય સહિત મોટા નક્સલવાદી નેતાઓ પણ સામેલ હતા. તેમણે હિંસાનો માર્ગ છોડીને ફરીથી મુખ્ય ધારામાં વાપસી કરવાનો નિર્ણય લીધો છે. છત્તીસગઢના દંડકારણ્ય ક્ષેત્રનું અત્યાર સુધીનું આ સૌથી મોટું સામૂહિક આત્મસમર્પણ માનવામાં આવે છે.

