આ પુલ સિકટીમાં બકરા નદી પર બાંધવામાં આવ્યો હતો અને લોકો વર્ષોથી એના ખૂલવાની રાહ જોઈ રહ્યા હતા.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
બિહારના અરરિયામાં ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો કૉન્ક્રીટ પુલ મંગળવારે ધરાશાયી થઈ ગયો હતો. આ પુલ સિકટીમાં બકરા નદી પર બાંધવામાં આવ્યો હતો અને લોકો વર્ષોથી એના ખૂલવાની રાહ જોઈ રહ્યા હતા. આ ઘટનાનો એક વિડિયો પણ સામે આવ્યો હતો જેમાં નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટીને નદીમાં પડ્યો હતો. જોકે સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. સિકટી અને કુર્સાખાટાને જોડનારો આ પુલ એના ઉદ્ઘાટન પહેલાં જ કડડડભૂસ થઈ જતાં લોકોએ કન્સ્ટ્રક્શન કંપનીના માલિક પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. સિકટીના ધારાસભ્ય વિજય કુમારે જણાવ્યું હતું કે આ મામલે કડક તપાસ થવી જોઈએ. બિહારના સુપૌલમાં આ વર્ષે માર્ચમાં આવી જ એક ઘટના બની હતી, જેમાં એક નિર્માણાધીન પુલ તૂટી પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.