૧૨થી ૧૩ કરોડ સભ્યોમાં પ્રક્રિયા કર્યા બાદ ચૂંટણી કરવાની છે. એમાં સમય લાગે છે.
અમિત શાહ, અખિલેશ
વક્ફ બિલ વિશે ચર્ચામાં સમાજવાદી પાર્ટીના પ્રમુખે ભારતીય જનતા પાર્ટી (BJP) પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે જે પાર્ટી પોતાને દુનિયાની સૌથી મોટી પાર્ટી કહે છે તે અત્યાર સુધી પોતાનો રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટી શકી નથી.
આના પર તરત જવાબ આપતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ‘મારી સામે જેટલી પણ પાર્ટીઓ છે એના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પરિવારના કેટલાક લોકો જ કરે છે. અમારે ૧૨થી ૧૩ કરોડ સભ્યોમાં પ્રક્રિયા કર્યા બાદ ચૂંટણી કરવાની છે. એમાં સમય લાગે છે. તમારા કેસમાં તો વધારે સમય નહીં લાગે. હું તો કહી રહ્યો છું કે આપ આગામી ૨૫ વર્ષ સુધી અધ્યક્ષ બની રહેશો.’

