Anil Ambani: ૧૭,૦૦૦ કરોડ રૂપિયાના કથિત ગોટાળા મામલે જે તપાસ ચાલી રહી છે તેના ભાગરૂપે આજે અનિલ અંબાણી ઈડી સામે હાજર થવા માટે દિલ્હી માટે રવાના થઇ ગયા છે.
અનિલ અંબાણીની ફાઇલ તસવીર
જાણીતા બીઝનેસમેં અનિલ અંબાણી (Anil Ambani)ની મુસીબત વધી છે. આજે ઈડી અનિલ અંબાણીની પૂછપરછ કરવાની છે. ૧૭,૦૦૦ કરોડ રૂપિયાના કથિત ગોટાળા મામલે જે તપાસ ચાલી રહી છે તેના ભાગરૂપે આજે અનિલ અંબાણી ઈડી સામે હાજર થવા માટે દિલ્હી માટે રવાના થઇ ગયા છે.
અહેવાલો અનુસાર અનિલ અંબાણી (Anil Ambani) આજે ઇડી સમક્ષ હાજર થવાના છે ત્યારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ તેમનું નિવેદન લેવામાં આવશે. આ પહેલન 1 ઓગસ્ટના રોજ ઇડીએ અનિલ અંબાણીને સમન્સ મોકલ્યા હતા અને તેમને દિલ્હીમાં ઇડી હેડક્વાર્ટરમાં હાજર થવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો. આ સમન્સ ગયા મહિને ઇડી દ્વારા કરવામાં આવેલી વ્યાપક કાર્યવાહી બાદ મોકલવામાં આવ્યું હતું. કેન્દ્રીય એજન્સીએ લગભગ પચાસ કંપનીઓ સાથે જોડાયેલા ૩૫ સ્થળો અને રિલાયન્સ જૂથના ઉચ્ચ અધિકારીઓ સહિત ૨૫ લોકોની તપાસ કરી હતી. ઈડીની આ તપાસ કાર્યવાહી ત્રણ દિવસ ચાલી હતી. ૨૪ જુલાઈએ શરૂ થયેલી આ કાર્યવાહીમાં શંકાસ્પદ નાણાકીય ગેરરીતિઓ અને બેંક લોનના મોટા પાયે ડાયવર્ઝનની તપાસ કરવામાં આવી હતી. અનિલ અંબાણીના બિઝનેસ હેઠળની અનેક કંપનીઓ પર તપાસ ચાલી રહી છે. જેમાં ખાસ કરીનેરિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ૧૭,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની લોન ડાયવર્ટ કરવાનો આરોપ છે.
ADVERTISEMENT
સેબીના અહેવાલને ટાંકીને ઇડીએ આરોપ લગાવ્યો છે કે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરએ ઇન્ટર-કોર્પોરેટ ડિપોઝિટ (આઇસીડી)ની આડમાં રિલાયન્સ ગ્રુપની અન્ય સંસ્થાઓને ભંડોળ પૂરું પાડ્યું હતું. આ લેવડદેવડ સી.એલ.ઇ. નામની કંપની દ્વારા કરવામાં આવી હતી. તપાસ કરી રહેલ ઇડીએ એવો પણ દાવો કર્યો હતો કે આર ઇન્ફ્રા દ્વારા સંબંધિત પક્ષ તરીકે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ઈડીના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ તપાસ મુખ્યત્વે ૨૦૧૭-૧૯ની વચ્ચે અંબાણી (Anil Ambani)ની કંપનીઓને યસ બેંકમાંથી મળેલી લગભગ ૩૦૦૦ કરોડ રૂપિયાની લોનના ડાયવર્ઝનના આરોપો સાથે સંબંધિત છે. લોન મંજૂર કરવામાં આવી તે પહેલાં યસ બેંકના પ્રમોટરોને નાણાં પ્રાપ્ત થયા હતા. હાલમાં એજન્સી લાંચ અને લોનના આ કનેક્શનની તપાસ કરી રહી છે.
ઇડી દ્વારા ચાલી ર્હીલી તપાસમાં નબળા અથવા ખોટા નાણાકીય સ્ત્રોતો ધરાવતી કંપનીઓને આપવામાં આવેલી લોન, બહુવિધ ઉધાર લેતી સંસ્થાઓમાં સામાન્ય ડિરેક્ટરો અને સરનામાંઓનો ઉપયોગ, મંજૂરીની ફાઇલોમાં આવશ્યક દસ્તાવેજીકરણનો અભાવ, શેલ સંસ્થાઓને ભંડોળનો માર્ગ અને ‘લોન એવરગ્રીનિંગ’ના ઉદાહરણો સહિત અનેક ગુનાહિત મુદ્દા બતાવવામાં આવ્યા હતા.
હવે, આજે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી (Anil Ambani) ૧૭,૦૦૦ કરોડ રૂપિયાની કથિત બેંક લોન છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ રજૂ થવાના છે. અંબાણી સાથે જોડાયેલી કંપનીઓની તપાસ કર્યા બાદ અનેક સ્થળોએથી સંખ્યાબંધ દસ્તાવેજો અને કમ્પ્યુટર પેરિફેરલ્સ જપ્ત કરી એજન્સીએ અંબાણીને સમન્સ પણ મોકલ્યા જ હતા.

