આસ્થા પુનિયાએ પાઇલટ બનવા માટે પોતાની ફેઝ-ટૂ તાલીમ પૂરી કરી છે અને હવે તેની પસંદગી ફાઇટર સ્ટ્રીમ માટે થઈ છે.
આસ્થા પુનિયા
ભારતીય નૌકાદળમાં અત્યાર સુધી મહિલા પાઇલટો જાસૂસી કરવા માટેનાં વિમાનો કે હેલિકૉપ્ટરો ઉડાવતી હતી, પણ હવે સબ-લેફ્ટનન્ટ આસ્થા પુનિયાને ફાઇટર પાઇલટ બનાવવામાં આવી છે. એક વર્ષની સખત ટ્રેઇનિંગ બાદ આવતા વર્ષે આસ્થા પુનિયા નૌકાદળમાં પહેલી મહિલા ફાઇટર પાઇલટ બનશે. આ સાથે નૌકાદળમાં મહિલાઓ માટે એક નવો રસ્તો ખૂલ્યો છે. આસ્થા પુનિયાએ પાઇલટ બનવા માટે પોતાની ફેઝ-ટૂ તાલીમ પૂરી કરી છે અને હવે તેની પસંદગી ફાઇટર સ્ટ્રીમ માટે થઈ છે.
આસ્થા પુનિયાને વિંગ્સ આૅફ ગોલ્ડ મળ્યો
ADVERTISEMENT
આસ્થા પુનિયાને ‘વિંગ્સ ઓફ ગોલ્ડ’થી સન્માનિત કરવામાં આવી હતી, જે નૌકાદળના ફાઇટર પાઇલટ બનવાની લાયકાતનું પ્રતીક છે. આ સન્માન તેને વિશાખાપટ્ટનમના INS દેગા ખાતે સહાયક નૌકાદળ સ્ટાફ (ઍર) રીઅર ઍડ્મિરલ જનક બેવલી દ્વારા આપવામાં આવ્યું હતું.

