ઉજવણી અંતર્ગત શાસ્ત્રીય મરાઠી ભાષાને લગતાં લેક્ચર્સ, સેમિનાર, એક્ઝિબિશનો, નિબંધ-લેખન જેવી અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
ગયા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો અપાયો હતો એ દિવસ એટલે કે ૩ ઑક્ટોબરને મરાઠી શાસ્ત્રીય ભાષા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત મહારાષ્ટ્ર સરકારે કરી છે. આ ઉપરાંત ત્રણથી ૯ ઑક્ટોબર સુધી મરાઠી શાસ્ત્રીય ભાષા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
મરાઠી ભાષા વિભાગ દ્વારા જાહેર કરાયેલા સરકારી પરિપત્રમાં જણાવાયું છે કે ‘૨૫૦૦ વર્ષથી સમૃદ્ધ મરાઠી ભાષા માટે જાગૃતિ લાવવા, એનું સંરક્ષણ કરવા અને મરાઠી ભાષાના વર્ષથી પરિચિત થવાના ઉદ્દેશ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉજવણી અંતર્ગત શાસ્ત્રીય મરાઠી ભાષાને લગતાં લેક્ચર્સ, સેમિનાર, એક્ઝિબિશનો, નિબંધ-લેખન જેવી અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. એમાં પ્રાચીન મનુસ્મૃતિ અને તામ્રપત્ર પર કોતરાયેલી મરાઠી ભાષાને લોકો સુધી પહોંચાડવામાં આવશે.’

