વર્ષાઋતુ પૂરી થતાં આ સાધના પૂરી થાય છે અને સાધુઓ ફરીથી વિહાર કરી શકે છે
					
					
તસવીર સૌજન્યઃ એજન્સી
ચાતુર્માસ દરમ્યાન બૌદ્ધ ધર્મના સાધુઓ પણ એક જ સ્થળે રહીને સાધના કરે છે. વર્ષાઋતુ પૂરી થતાં આ સાધના પૂરી થાય છે અને સાધુઓ ફરીથી વિહાર કરી શકે છે. જોકે વર્ષાના અંતે બૌદ્ધ ધર્મમાં કઠિન ચીવર દાન સમારોહ યોજાય છે જેમાં ભક્તો સાધુઓને નવાં વસ્ત્રો અર્પણ કરે છે. ગૃહસ્થો માટે આ પુણ્ય કમાવાનો અવસર હોય છે. બોધગયા ભગવાન બુદ્ધનું મોટું ધામ હોવાથી દર વર્ષે અહીં થાઇલૅન્ડ, લાઓસ, મ્યાનમાર અને શ્રીલંકાથી ભક્તો અને સાધુઓ ભાગ લે છે.
		        	
		         
        

