Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શું થયું સસ્તું, શું થયું મોંઘું

શું થયું સસ્તું, શું થયું મોંઘું

Published : 02 February, 2025 02:21 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જહાજનિર્માણ માટેના કાચા માલને આવતાં ૧૦ વર્ષ સુધી મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ અપાશે. આનાથી આ સેક્ટરનો વિકાસ વધશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બધું સસ્તું થશે


દવાઓ અને મેડિકલ સાધનસામગ્રી : ૩૬ જીવનરક્ષક કૅન્સર સંબંધિત દવાઓને હવે કસ્ટમ્સ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવી છે. બીજી ૬ જીવનાવશ્યક દવાઓ પરની મૂળ કસ્ટમ્સ ડ્યુટીમાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે



ઇલેક્ટ્રૉનિક્સ/રીન્યુએબલ્સ : ઓપન સેલ્સ અને એલસીડી તથા એલઈડી માટેના છૂટા ભાગો પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી પાંચ ટકા ઘટાડી દેવાઈ છે. આ ઉપરાંત સોલર પીવી સેલ્સ, મોટર્સ, વિન્ડ ટર્બાઇન્સ, બૅટરી તથા અન્ય ક્લીન ટેક મૅન્યુફૅક્ચરિંગ ચીજવસ્તુઓ પણ સસ્તી થશે.


સમુદ્રી ઉત્પાદનો : ફ્રોઝન ફિશ પેસ્ટ (સૂરીમી) અને એનાં જેવાં ઉત્પાદનોની નિકાસ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટી ૩૦ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી છે તો માછલી અને પ્રોન મીલ બનાવવા માટે ફિશ હાઇડ્રોલાઇઝેટ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ૧૫ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી કરવામાં આવી છે.

લેધર અને ટેક્સટાઇલ્સ : વેટ બ્લુ અને ક્રશ લેધરની આયાતને મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ અપાઈ છે. પગરખાં અને ચામડા ક્ષેત્રની ઉત્પાદકતા, ગુણવત્તા અને સ્પર્ધાત્મકતા વધારવા, બાવીસ લાખ લોકોને રોજગારી પૂરી પાડવા, ૪ લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર પેદા કરવા અને ૧.૧ લાખ કરોડથી વધુની નિકાસને સરળ બનાવવા માટે ફોકસ પ્રોડક્ટ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે.


પર્યટન : ભારત અમુક પ્રવાસીઓ માટે વીઝામુક્ત માફી આપશે જેનાથી આવક મુસાફરીને વેગ મળશે.

શિપિંગ : જહાજનિર્માણ માટેના કાચા માલને આવતાં ૧૦ વર્ષ સુધી મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ અપાશે. આનાથી આ સેક્ટરનો વિકાસ વધશે.

ટેલિકૉમ : કૅરિયર-ગ્રેડ ઇથરનેટ સ્વિચો પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ૨૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવી છે. હવે એને નૉન-કૅરિયર ઇથરનેટ સ્વિચો સાથે જોડી દેવાઈ છે.

ઇલેક્ટ્રિક વેહિકલ્સ અને મોબાઇલ : EV બેટરી મૅન્યુફૅક્ચરિંગ માટે વધારાના ૩૫ માલસામાન અને મોબાઇલ ફોન બૅટરી મૅન્યુફૅક્ચરિંગ માટે ૨૮ સામાનને મુક્તિ અપાયેલા કૅપિટલ ગુડ્સની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. આનાથી ગ્રીન અને ડિજિટલ ટેક્નૉલૉજીનો વિકાસ વધશે.

મહત્ત્વનાં ખનિજો : કોબાલ્ટ પાઉડર વેસ્ટ અને લિથિયમ-આયન બૅટરીનો સ્ક્રેપ, સીસું, જસત અને ૧૨ અન્ય મહત્ત્વપૂર્ણ ખનિજોને મૂળભૂત કસ્ટમ ડ્યુટી મુક્તિ અપાઈ.

ઇલેક્ટ્રૉનિક રમકડાં : ઇલેક્ટ્રૉનિક રમકડાંના છૂટા ભાગો પરની ડ્યુટી પચીસ ટકાથી ઘટાડી ૨૦ ટકા કરાઈ છે.

જ્વેલરી : આભૂષણો અને એના પાર્ટ્સ પરની કસ્ટમ્સ ડ્યુટી ૨૫ ટકાથી ઘટાડી ૨૦ ટકા કરાઈ છે.
વિદ્યુત : સ્માર્ટ મીટર પરની કસ્ટમ્સ ડ્યુટી ૨૫ ટકાથી ઘટાડી ૨૦ ટકા કરવામાં આવી છે.
લૅબોરેટરી કેમિકલ્સ : કસ્ટમ્સ ડ્યુટી ૧૫૦ ટકાથી ઘટાડી ૭૦ ટકા કરવામાં આવી છે.
ઑટોમોબાઇલ : ૧૦ અથવા વધુ સીટવાળાં મોટરવાહનો પરની મૂળ કસ્ટમ્સ ડ્યુટી ૨૫-૪૦ ટકાથી ઘટાડી ૨૦ ટકા કરવામાં આવી છે.
ધાતુ : સ્ટેનલેસ સ્ટીલનાં ફ્લૅટ રોલ્ડ ઉત્પાદનો પરની ડ્યુટી બાવીસ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરવામાં આવી છે.
ફર્નિચર : ફર્નિચર, મેટ્રેસિસ પરની મૂળ કસ્ટમ્સ ડ્યુટી પચીસ ટકાથી ઘટાડી ૨૦ ટકા કરવામાં આવી છે.

બધું મોંઘું થશે

ઇલેક્ટ્રૉનિક્સઃ ઇન્ટરેક્ટિવ ફ્લૅટ પૅનલ ડિસ્પ્લે પર બેઝિક કસ્ટમ ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરવામાં આવી છે. આને લીધે ગ્રાહકો માટે આ ચીજો મોંઘી થશે.
ગૂંથેલા કાપડ : આવા કાપડ પર ૧૦ ટકા અથવા ૨૦ ટકાની મૂળભૂત કસ્ટમ ડ્યુટીને ૨૦ ટકા અથવા ૧૧૫ રૂપિયા પ્રતિ કિલો, બેમાંથી જે વધારે હોય એ કરવા માટેનો પ્રસ્તાવ છે. પરિણામે આ ચીજોનો આયાત ખર્ચ વધશે.

રૂપિયાની આવનજાવન

રૂપિયો ક્યાંથી આવશે?

રૂપિયો ક્યાં જશે?

આવકવેરો

બાવીસ પૈસા

કેન્દ્રીય યોજનાઓનો ખર્ચ

૧૬ પૈસા

જીએસટી તથા અન્ય કરવેરા

૧૮ પૈસા

કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓનો ખર્ચ

૮ પૈસા

કરજ તથા અન્ય લાયેબિલિટીઝ

૨૪ પૈસા

અન્ય ખર્ચ

૮ પૈસા

કૉર્પોરેશન ટૅક્સ

૧૭ પૈસા

પેન્શનની ચુકવણી

૪ પૈસા

કરજ સિવાયની મૂડી

૧ પૈસો

વ્યાજની ચુકવણી

૨૦ પૈસા

કરવેરા સિવાયની આવક

૯ પૈસા

રાજ્ય સરકારને ચૂકવવાના કરવેરા

બાવીસ પૈસા

એક્સાઇઝ ડ્યુટીની આવક

પાંચ પૈસા

ફાઇનૅન્સ કમિશનનો ખર્ચ

૮ પૈસા

કસ્ટમ્સ

૪ પૈસા

સબસિડીનો ખર્ચ

૬ પૈસા

-

-

સંરક્ષણનો ખર્ચ

૮ પૈસા

 

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2025 02:21 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK