પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત ૧.૪૧ લાખ વધારાનાં ઘરોના નિર્માણ માટે મંજૂરી આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પહેલાં મિડલ ક્લાસને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય આવાસ અને શહેરી ખાતાના મંત્રાલયે પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY-શહેરી 2.0 અંતર્ગત ૧.૪૧ લાખ વધારાનાં ઘરોનું નિર્માણ કરવાની મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત શહેરના ગરીબ અને મિડલ ક્લાસના લોકોને સરકાર પોતાનું ઘર અપાવવામાં મદદ કરે છે. PMAY 2.0માં મળેલી નવી મંજૂરી સાથે હવે સ્વીકૃત રહેઠાણોની કુલ સંખ્યા ૧૦ લાખથી વધુ થઈ ગઈ છે. આસામ, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, પૉન્ડિચેરી, રાજસ્થાન, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, મેઘાલય, હરિયાણા, ઓડિશા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં આ યોજના લાગુ પડશે.

