આ અવસરે ફાઇટર જેટને વૉટર-કૅનન સલામી આપવામાં આવી હતી
ગઈ કાલે નાશિકની હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ HAL ફૅસિલિટી પર રક્ષાપ્રધાન રાજનાથ સિંહે સૌપ્રથમ સ્વદેશી તેજસ ફાઇટર જેટને ફ્લૅગ-ઑફ કર્યું હતું.
ભારતીય વાયુસેનાની તાકાતમાં ગઈ કાલે એક મોટું પગરણ મંડાયું હતું. ગઈ કાલે નાશિકમાં સ્વદેશી તેજસ Mk1A ફાઇટર જેટની પહેલી ટેસ્ટ ફ્લાઇટનું સફળતાપૂર્વક પરીક્ષણ થયું હતું. રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે નવી પ્રોડક્શન લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે ફાઇટર જેટને વૉટર-કૅનન સલામી આપવામાં આવી હતી. મિગ-૨૧ રિટાયર થયા પછી તેજસ ફાઇટર જેટ ભારતીય વાયુસેનાની ક્ષમતા વધારવામાં બહુ મહત્ત્વની ભૂમિકા નિભાવશે. આ ઉપલબ્ધિથી ભારતની ઍર ડિફેન્સ સિસ્ટમમાં મેક ઇન ઇન્ડિયાની પહેલથી વધુ પ્રોત્સાહન મળશે.
ADVERTISEMENT
પહેલા સફળ ટેસ્ટ પરીક્ષણ પછી તેજસ ફાઇટર જેટને વૉટર-કૅનનથી સન્માન અપાયું હતું
તેજસ Mk1Aને બહુ જલદીથી બિકાનેરના નાલ ઍરબેઝ પર તહેનાત કરવામાં આવે એવી શક્યતા છે જે પાકિસ્તાનની સીમાથી નજીક છે.

