હાલમાં થયેલા નુકસાન માટે ભારે વરસાદ જવાબદાર છે. રાજ્ય સરકારના પ્રયાસોને કારણે મોટો સુધારો થયો છે. અમે એને આંતરરાષ્ટ્રીય ધોરણો સુધી લાવવા માટે કામ કરી રહ્યા છીએ.
હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની
હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીએ શનિવારે ગુડગાંવમાં ભારે વરસાદને લીધે જળબંબાકાર થયેલા અને પાણી ભરાયેલા વિસ્તારો અને અમેરિકાના કૅલિફૉર્નિયામાં આવેલાં પૂર વચ્ચે સરખામણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘અમેરિકાને જુઓ. પોતાને શક્તિશાળી ગણાવતા અમેરિકાનું કૅલિફૉર્નિયા શહેર પણ ભારે વરસાદને લીધે પૂરમાં ડૂબેલું છે. ભારે વરસાદ પડે ત્યારે નુકસાન થાય જ. આપણે કુદરતનો મુકાબલો ન કરી શકીએ.’
મુખ્ય પ્રધાને શહેરને વિકાસશીલ ગણાવીને કહ્યું હતું કે ‘રાજ્ય સરકાર આ સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહી છે. જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે સમસ્યા ઊભી થાય છે. આમ તો અમેરિકા પોતાને સૌથી શક્તિશાળી દેશ કહે છે, પરંતુ જ્યારે કૅલિફૉર્નિયા શહેરમાં વરસાદ પડે છે ત્યારે ઘરો પણ વહી જાય છે. હાલમાં થયેલા નુકસાન માટે ભારે વરસાદ જવાબદાર છે. રાજ્ય સરકારના પ્રયાસોને કારણે મોટો સુધારો થયો છે. અમે એને આંતરરાષ્ટ્રીય ધોરણો સુધી લાવવા માટે કામ કરી રહ્યા છીએ.’

