Mahavatar Narsimha`s OTT Release: અશ્વિન કુમાર દિગ્દર્શિત ફિલ્મ ‘મહાવતાર નરસિમ્હા’ અત્યારે બૉક્સ ઓફિસ પર કમાલ કરી છે, ત્યારે મેકર્સે તેની OTT રિલીઝ વિશે સંકેત આપ્યો છે
‘મહાવતાર નરસિમ્હા’ ફિલ્મનું પોસ્ટર
ભારતનો ઇતિહાસ, પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિ સાથેનો સંબંધ હંમેશા ખાસ રહ્યો છે, તેથી જ આ વિષયો પર ઘણી ફિલ્મો બને છે. આ યાદીમાં એક નવો ઉમેરો અશ્વિન કુમાર (Ashwin Kumar) દ્વારા દિગ્દર્શિત એનિમેટેડ પૌરાણિક એક્શન ફિલ્મ, ‘મહાવતાર નરસિમ્હા’ (Mahavatar Narsimha) છે. અત્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે બૉક્સ ઓફિસ નિષ્ણાતોને આશ્ચર્યચકિત કર્યા છે. ૨૫ જુલાઈના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને તેની વાર્તા કહેવાની ક્ષમતા, એનિમેશન ગુણવત્તા અને આધ્યાત્મિક થીમ્સ માટે બહુ પ્રશંસા થઈ રહી છે. દર્શકો ફિલ્મને વધાવી રહ્યાં છે ત્યારે જો તમે OTT પર ‘મહાવતાર નરસિમ્હા’ ફિલ્મ (Mahavatar Narsimha`s OTT Release) જોવાની રાહ જોઈ રહ્યા છો, તો તમારે હજી થોડીક રાહ જોવી પડશે. કારણકે મેકર્સે સંકેત આપ્યો છે કે ફિલ્મ સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ઓટીટી પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર (JioHotstar) પર રિલીઝ થઈ શકે છે.
‘મહાવતાર નરસિમ્હા’ ફિલ્મની થિયેટર સફળતા પછી, દર્શકો તેની OTT રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે નિર્માતાઓએ તેના વિશે કોઈ પુષ્ટિ આપી નથી, ટ્રેડ વિશ્લેષક રોહિત જયસ્વાલ (Rohit Jaiswal)એ કેટલાક અપડેટ્સ આપ્યા છે. તેમણે એક પોર્ટલને જણાવ્યું હતું કે ‘મહાવતાર નરસિમ્હા’નું હિન્દી વર્ઝન જિયો હોટસ્ટાર પર રિલીઝ થવાની `૫૦% શક્યતા` છે. જોકે, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ જેવા ફિલ્મના પ્રાદેશિક ભાષાના વર્ઝન અન્ય પ્લેટફોર્મ પર રિલીઝ થવાની સંભાવના વધારે છે. પો
ADVERTISEMENT
પોતાનો અભિપ્રાય શેર કરતા ટ્રેડ વિશ્લેષક રોહિત જયસ્વાલે કહ્યું કે, આ હોમ્બલે ફિલ્મ (Hombale film)ની ફિલ્મ છે તેથી તે જિયો હોટસ્ટાર પર જવાની ૫૦% શક્યતા છે.
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું નિર્માણ હોમ્બલે ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે. હોમ્બલે ફિલ્મ્સની ફિલ્મોના હિન્દી વર્ઝન પહેલા જિયો હોટસ્ટાર પર રિલીઝ થયા હતા. સલાર (Salaaar) અને રાજકુમારા (Raajakumara) ફિલ્મોના હિન્દી વર્ઝન જિયો હોટસ્ટાર પર જોઈ શકાય છે. આ કારણોસર, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, ‘મહાવતાર નરસિમ્હા’નું હિન્દી વર્ઝન પણ જિયો હોટસ્ટાર પર આવશે.
એવા અહેવાલો છે કે, આ ફિલ્મ સપ્ટેમ્બરમાં OTT પર રિલીઝ થઈ શકે છે. સામાન્ય રીતે, કોઈપણ ફિલ્મ થિયેટરોમાં આઠ અઠવાડિયા પછી OTT પર રિલીઝ થાય છે.
ફિલ્મ ‘મહાવતાર નરસિમ્હા’ના બૉક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે પહેલા દિવસે ૧.૭૫ કરોડની કમાણી કરી હતી. પરંતુ પછી ધીમે ધીમે ફિલ્મની કમાણી વધતી ગઈ. ફિલ્મને માઉથ વર્ડનો ફાયદો મળ્યો. ફિલ્મે બીજા દિવસે ૪.૬ કરોડ, ત્રીજા દિવસે ૯.૫ કરોડ, ચોથા દિવસે ૬ કરોડ, પાંચમા દિવસે ૭.૭ કરોડ, છઠ્ઠા દિવસે ૭.૭ કરોડ, સાતમા દિવસે ૭.૫ કરોડ, આઠમા દિવસે ૭.૭ કરોડ અને નવમા દિવસે ૧૫ કરોડની કમાણી કરી હતી. દસમા દિવસે ફિલ્મે ૨૩ કરોડની કમાણી કરી હોવાના અહેવાલ છે.
નોંધનીય છે કે, ‘મહાવતાર નરસિમ્હા’ શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ્યકશ્યપની વાર્તા પર કેન્દ્રિત છે, જેણે ભગવાન વિષ્ણુના વરાહ અવતાર પાસેથી તેના ભાઈ હિરણ્યક્ષના મૃત્યુનો બદલો લેવાનું વચન આપ્યું હતું. રાજા સત્તાનો લોભી હોવાથી, તેણે પોતાને ભગવાન તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું. ટૂંક સમયમાં, તે બ્રહ્માંડને ધમકી આપવાનું શરૂ કરે છે અને તેનો પુત્ર, પ્રહલાદ, વિષ્ણુનો ભક્ત હોય છે. તેના પિતાના અનેક પ્રયાસો છતાં, પ્રહલાદ ભગવાનની પૂજા કરવાનું બંધ કરવાનો ઇનકાર કરે છે. આખરે, ભગવાન વિષ્ણુનો ઉગ્ર નરસિંહ અવતાર હિરણ્યકશ્યપના ભયનો અંત લાવે છે અને બ્રહ્માંડમાં સંતુલન પુનઃસ્થાપિત કરે છે.

