મણિકર્ણ ગુરુદ્વારાની સામે લોકો રસ્તા પર બેઠા હતા ત્યારે એકાએક તોફાની હવાનું મોજું આવ્યું હતું
ઘટનાસ્થળ
હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાના મણિકર્ણમાં ગઈ કાલે સાંજે ૪ વાગ્યે ભૂસ્ખલન સાથે એક વિશાળ વૃક્ષ વાહનો પર પડતાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષો સહિત છ જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે બીજા પાંચ જણ ઘાયલ થયા હતા.
મણિકર્ણ ગુરુદ્વારાની સામે લોકો રસ્તા પર બેઠા હતા ત્યારે એકાએક તોફાની હવાનું મોજું આવ્યું હતું અને એમાં આ વૃક્ષ અને ડુંગરનો ભાગ તૂટી પડ્યો હતો. વૃક્ષની નીચે એક સુમો ગાડી ઊભી હતી જે દટાઈ હતી અને એમાં સુમોનો ડ્રાઇવર અને ત્રણ ટૂરિસ્ટ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. એક ઢાબાનો માલિક પણ મૃત્યુ પામ્યો હતો. મૃતકોમાં રીના હંસરાજ, વર્ષિણી રમેશ અને નેપાલી નાગરિક સમીર ગુરંગની ઓળખ થઈ છે. આ ઘટનાને કારણે બે કલાક સુધી ટ્રૅફિક ખોરવાઈ ગયો હતો.

