ટિકિટ વિના પ્રવાસ કરતા પ્રવાસીઓને પકડવા માટે ખાસ ટિકિટ-ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે
અશ્વિની વૈષ્ણવ
ભારતીય રેલવેએ ૨૦૨૩-’૨૪માં રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરી રહેલા ૨.૧૬ કરોડ પ્રવાસીઓ પાસેથી ૫૬૨.૪૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. આ મુદ્દે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જાણકારી આપી હતી કે ટિકિટ વિના પ્રવાસ કરતા પ્રવાસીઓને પકડવા માટે ખાસ ટિકિટ-ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જોકે એમાં રાજ્યવાર ડેટા જાળવવામાં આવતો નથી.

