Jharkhand News: હિલ કોલોની એરિયામાં આવેલી સેન્ટ મેરી સ્કૂલમાં એક ટીચરે બાળકને ગાળો લખી લાવવાની સજા ફરમાવી હતી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)
ઝારખંડના (Jharkhand News) ધનબાદમાંથી હેરાન કરી મૂકે એવા સમાચાર મળી રહ્યા છે. એક શાળાનો આ કિસ્સો છે. ચોથા ધોરણમાં ભણતા એક બાળકને તેના શિક્ષકે ગુસ્સામાં એવી શિક્ષા આપી છે કે તે હવે ચર્ચાનો વિષય બની છે. ધનબાદના હિલ કોલોની એરિયામાં આવેલી સેન્ટ મેરી સ્કૂલમાં એક ટીચરે બાળકને ગાળો લખી લાવવાની સજા ફરમાવી હતી. બાળકને ટીચરના કહ્યાનુસાર ૧૦ પેઈજ ભરીને ગાળો લખવી પડી હતી. બાળકે નોટબુકમાં આ રીતે ગાળો લખેલી જોઈ તેના પરિવારજનોને નવાઈ લાગી હતી. તેઓએ જયારે જાણ્યું કે ટીચરે જ બાળકને આ રીતે ગાળો લખી લાવવા કહ્યું હતું ત્યારે બાળકના વાલીએ સ્કૂલના મેનેજમેન્ટને આ અંગે ફરિયાદ કરી હતી.
બાળકની નોટબુકમાં ગાળો જોઇને દંગ રહી ગઈ માતા, સ્કૂલમાં જઈને રડવા જ લાગી
ADVERTISEMENT
પોતાના બાળકને ટીચરે આ રીતે ગાળો લખીને લાવવા કહ્યું હવાનું જાણ્યા બાદ તેની માતા સ્કૂલમાં (Jharkhand News) પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં તો સ્કૂલ બંધ થઈ ગઈ હતી. સ્કૂલમાંથી તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઘરે ચાલ્યા ગયા હતા. ત્યારે મહિલા શાળાના દરવાજા પર જ રડવા લાગી હતી. પોતાની માતાને રડતી જોઈ બાળકને પણ રડવું આવી ગયું હતું. આ રીતે સ્કૂલના દરવાજે મહિલા અને તેના ચોથા ધોરણમાં ભણતા બાળકને રડતાં જોઈને આસપાસમાંથી લોકો ભેગા થઇ ગયા હતા. અખો મામલો જાણ્યા બાદ તરત જ શાળાના આચાર્યને આ કિસ્સો કહેવામાં આવ્યો. સંતોષકારક જવાબ ન મળતાં મહિલા પોતાના બાળકને લઈને બાળસુરક્ષા અધિકારી પાસે પહોંચી હતી, અને ત્યાં જઈને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. બાળસુરક્ષા અધિકારીએ મહિલાને ન્યાય અપાવવાની ખાતરી આપીને ઘેર મોકલી હતી.
સ્કૂલ મેનેજમેન્ટે આખરે બન્ને ટીચર્સને સસ્પેન્ડ કર્યા છે!
હાલમાં બાળકની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મામલો વકરતાં સ્કૂલની મેનેજમેન્ટ કમિટીએ (Jharkhand News) પણ તાત્કાલિક બેઠક બોલાવી હતી. આ કમિટીની ચર્ચામાં એ સામે આવ્યું હતું કે સ્કૂલમાં બાળકો એકબીજાને ગાળો આપી રહ્યા હતા. ત્યારે ગુસ્સે થઈને ટીચરે સજા તરીકે બાળકોએ બોલેલા અપશબ્દ જ ૧૦ કાગળ ભરીને લખી લાવવા કહ્યું હતું. જોકે સ્કૂલ મેનેજમેન્ટે આ મામલે જણાવ્યું હતું કે ટીચરે આ રીતે જે સજા કરી હતી તે સજાની રીત સંપૂર્ણપણે ખોટી છે. બાળકને સજા કરવી જ હોય તો બીજી ઘણી રીતે કરી શકાય એમ છે, આ રીતે ગાળો લખાવવી યોગ્ય નથી જ. આ કેસમાં સામેલ બે ટીચર નેહા અને બબિતાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
આમ, ઝારખંડના (Jharkhand News) ધનબાદ જિલ્લામાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર શિક્ષકોના બાળકો સાથેના દુર્વ્યવહાર અંગે ચિંતા વ્યક્ત કરી છે.

