Kerala Bus Accident: જે પાંચ વિદ્યાર્થીઓના મોત થયા છે તે તમામ સરકારી મેડિકલ કોલેજમાં MBBS (બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી)નો અભ્યાસ કરી રહ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
કેરળમાંથી એક ખૂબ જ કરૂણ રોડ એક્સિડન્ટ (Kerala Bus Accident)ની ઘટના સામે આવી છે. કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એક બસને આ ભયંકર એક્સિડન્ટ નડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારની રાત્રે કેરળના અલપ્પુઝામાં આ બસની અન્ય કાર સાથે ટક્કર થઈ હતી. જોરદાર થયેલી ટક્કરમાં કારમાં મુસાફરી કરી રહેલા પાંચ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા છે. તમને જણાવી દઈએ કે MBBSના પાંચ વિદ્યાર્થીઓના મોત થયા છે.
એમબીબીએસનો અભ્યાસ કરી રહેલા પાંચ વિદ્યાર્થીઓના મોત
ADVERTISEMENT
પોલીસ પાસેથી જે માહિતી સામે આવી છે તે મુજબ આ એક્સિડન્ટ કાલારકોડ પાસે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ બન્યો હતો. જ્યારે બસ અને કારની ટક્કર થઈ ત્યારે તે એટલી જોરદાર હતી કે તેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અંતે કારના કાચ તોડીને અંદર બેઠેલા મૃત વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જે પાંચ વિદ્યાર્થીઓના મોત થયા છે તે તમામ સરકારી મેડિકલ કોલેજમાં MBBS (બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી)નો અભ્યાસ કરી રહ્યા હતા.
પ્રાપ્ત અહેવાલો જણાવી રહ્યા છે કે કારની અંદર ટોટલ સાત જન બેઠા હતા. તેમાંથી પાંચમને ગંભીર ઇજા થવાને કારણે મૃત્યુ પામ્યા હતા. આ સાથે જ બસમાં જે મુસાફરો બેઠા હતા તેમાંથી પણ ઘણા લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
આ ભયંકર એક્સિડન્ટ (Kerala Bus Accident) થયા બાદ રોડ પરના વાહનોની અવરજવરને અસર થઈ હતી, જોકે, આ એક્સિડન્ટ કયા કારણોસર થયો હતો તે વિષે કોઈ વિગતો મળી હતી.
બે બસોની ટક્કરમાં ૩૫ જણ ઘવાયાં
કેરળમાં જાણે એક્સિડન્ટ (Kerala Bus Accident)ની લાઇન લાગી હોય એમ કન્નુર જિલ્લાના પેરાવુર પાસે સોમવારે બે બસોની પણ ટક્કર થઈ હતી. માનંથાવડીથી પયાનુર જઈ રહેલી અને બીજી માનંતવડી જઈ રહેલી બસોને આ એક્સિડન્ટ નડ્યો હતો. KSRTCની બે બસોમાં મુસાફરી કરી રહેલા લગભગ 35 જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આ વિસ્તારમાં સતત વરસાદ થઈ રહો છે જેને કારણે મેઇન રૉડનો ભાગ ખૂબ જ સાંકડો થઈ ગયો છે. કદાચ આ કારણોસર આ અકસ્માત થયો હોઈ શકે. જોકે, સ્થાનિક લોકોએ દોડતા આવીને બચાવ કામગીરી શરૂ કરી હતી. ટંબડતોબ ફાયર વિભાગ અને પોલીસને બોલાવવામાં આવ્યા હતા. આ સાથે જ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેઓની સારવાર ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે.
કયા કારણોસર આ એક્સિડન્ટ થયો હોઇ શકે?
આ એક્સિડન્ટ (Kerala Bus Accident)ના કારણની વાત કરવામાં આવે તો વરસાદને કારણે વિઝિબીલિટી ઓછી થઈ જતાં આ બસો ટકરાઇ હશે. જોકે, આ ટક્કર થવાને કારણે એક બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. આ મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે.