૯ કૉમ્પ્રેસર મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જેમાં દરેકમાં બે કામદારો કામ કરતા હતા
ખાણમાં ડ્રિલિંગ કામગીરી દરમ્યાન આ અકસ્માત થયો હોવાનું જાણવા મળે છે
ઉત્તર પ્રદેશમાં સોનભદ્ર જિલ્લામાં આવેલી બિલ્લી માર્કુંડીમાં કૃષ્ણા માઇનિંગ વર્ક્સની પથ્થરની ખાણ ગઈ કાલે બપોરે ૩ વાગ્યે ધસી પડતાં એક કામદારે જીવ ગુમાવ્યો હતો, જ્યારે ૧૫ અન્ય કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ડ્રિલિંગ દરમ્યાન અકસ્માત થયા બાદ ખાણનો માલિક અને તેનો પાર્ટનર ફરાર છે. પ્રશાસન, પોલીસ અને બચાવટીમો ઘટનાસ્થળે પહોંચી ગયાં છે અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF) અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF) ટીમોને પણ બોલાવવામાં આવી છે. અંધારાને કારણે બચાવ-કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.
ખાણમાં ડ્રિલિંગ કામગીરી દરમ્યાન આ અકસ્માત થયો હોવાનું જાણવા મળે છે. ૯ કૉમ્પ્રેસર મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જેમાં દરેકમાં બે કામદારો કામ કરતા હતા. અકસ્માત સમયે કુલ ૧૮ કામદારો કામ કરી રહ્યા હતા.


