ગુરુવારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે પણ વડા પ્રધાને વાત કરી હતી, અમેરિકા સાથેના ટૅરિફ-વિવાદ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું મક્કમ વલણ રજૂ કરી દીધું છે.
ટૅરિફ-વિવાદ વચ્ચે મોદી અને પુતિન વચ્ચે ફોન પર ચર્ચા
અમેરિકા સાથેના ટૅરિફ-વિવાદ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું મક્કમ વલણ રજૂ કરી દીધું છે. ગઈ કાલે વડા પ્રધાને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી અને આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી હતી. આ વાતચીતમાં યુક્રેન વિશે પણ ચર્ચા થઈ હોવાનું નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. તેમણે આ વર્ષના અંતમાં પુતિનને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું અને બન્ને દેશોના સંબંધોને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ પહેલાં ગુરુવારે વડા પ્રધાને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા સાથે પણ ફોન પર વાત કરી હતી. નોંધનીય છે કે બ્રાઝિલ પર પણ અમેરિકાએ ભારતની જેમ પચાસ ટકા ટૅરિફ લાદી છે. એ પછી બ્રાઝિલના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ ટ્રમ્પ સાથે નહીં, ભારતના વડા પ્રધાન સાથે ચર્ચા કરશે.

