૭૭ ફુટ ઊંચી રામની ધનુષબાણવાળી કાંસ્ય પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટીના મૂર્તિકાર રામ સુતારે બનાવી છે.
શ્રીરામની મૂર્તિ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગોવા અને કર્ણાટક રાજ્યની મુલાકાત લેવાના છે. આ દરમ્યાન તેઓ દક્ષિણ ગોવામાં શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠનાં ૫૬૦ વર્ષ પૂરાં થવાના નિમિત્તે યોજાયેલા સમારોહમાં ભાગ લેશે. અહીં તેઓ ભગવાન રામની ૭૭ ફુટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરશે. ભગવાન રામની આ મૂર્તિ કેવડિયામાં આવેલા સ્ટૅચ્યુ ઑફ યુનિટીની ડિઝાઇન કરનારા મૂર્તિકાર રામ સુતારે જ બનાવી છે.
શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠમાં સ્થાપિત થનારી આ મૂર્તિ દુનિયાની સૌથી ઊંચી શ્રીરામની મૂર્તિ હશે. આ મઠને ૫૬૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે એ નિમિત્તે ગઈ કાલથી ૭ ડિસેમ્બર સુધી અહીં વિભિન્ન કાર્યક્રમોનું આયોજન થયું છે.


