નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલું નવું IT બિલ ચર્ચા વિના હોબાળા વચ્ચે લોકસભામાં માત્ર ૩ મિનિટમાં પસાર થઈ ગયું હતું.
પ્રતીકાત્મક તસવીર
લોકસભાએ ગઈ કાલે પસાર કરેલું નવું આવકવેરા બિલ વ્યક્તિઓને નિયત તારીખમાં ઇન્કમ ટૅક્સ (IT) રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ જવા પર પણ ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ (TDS)ના રીફન્ડનો દાવો કરવાની મંજૂરી આપશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલું નવું IT બિલ ચર્ચા વિના હોબાળા વચ્ચે લોકસભામાં માત્ર ૩ મિનિટમાં પસાર થઈ ગયું હતું. આ બિલના શબ્દો અને પ્રકરણોને લગભગ અડધાં કરી દેવામાં આવ્યાં છે અને એના શબ્દો સરળ અને સમજવામાં સરળ ભાષામાં છે.
ADVERTISEMENT
ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા મૂળ આવકવેરા બિલ 2025ને શુક્રવારે નાણાપ્રધાન દ્વારા પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. તેઓ ગઈ કાલે એક સુધારેલું બિલ લઈને આવ્યાં હતાં જેમાં સિલેક્ટ કમિટીની લગભગ બધી ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સુધારેલા બિલ મુજબ વ્યક્તિઓને TDS રીફન્ડનો દાવો કરવાની મંજૂરી આપવામાં આવશે, ભલે તેમણે રિટર્ન ફાઇલ કરવા માટેની સમયમર્યાદા પછી રિટર્ન ફાઇલ કર્યું હોય.

