આ પ્રસંગે ૩૫ મિનિટ સુધી તેમણે જનતાને સંબોધન કર્યું હતું અને એમાં મહાકુંભ સંદર્ભે વિપક્ષના નેતાઓએ કરેલી ટિપ્પણીને ગુલામીની માનસિકતા ગણાવીને કહ્યું હતું કે કેટલાક નેતાઓ વિદેશી તાકાતો સાથે મળીને દેશ અને ધર્મને કમજોર કરવાનું પાપ કરી રહ્યા છે.
ગઈ કાલે મધ્ય પ્રદેશના છતરપુરમાં ભાવિકોને સંબોધી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મધ્ય પ્રદેશની મુલાકાત માટે ગઈ કાલે છતરપુર પહોંચ્યા હતા અને બાગેશ્વર ધામમાં ૨૧૮ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવનારી કૅન્સર હૉસ્પિટલની આધારશીલા રાખી હતી. આ પ્રસંગે ૩૫ મિનિટ સુધી તેમણે જનતાને સંબોધન કર્યું હતું અને એમાં મહાકુંભ સંદર્ભે વિપક્ષના નેતાઓએ કરેલી ટિપ્પણીને ગુલામીની માનસિકતા ગણાવીને કહ્યું હતું કે કેટલાક નેતાઓ વિદેશી તાકાતો સાથે મળીને દેશ અને ધર્મને કમજોર કરવાનું પાપ કરી રહ્યા છે.



