૧૦ વર્ષ પહેલાં ૫૦૦ સ્ટાર્ટઅપ હતાં, આજે બે લાખથી વધુ છે અને એ ૨૧ લાખ લોકોને રોજગાર આપે છે
નરેન્દ્ર મોદી ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નૅશનલ સ્ટાર્ટઅપ ડે નિમિત્તે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કૅમ્પેન લૉન્ચ કર્યું હતું. એનો હેતુ છે ઇનોવેશન અને ઑન્ટ્રપ્રનરશિપને પ્રોત્સાહન આપવાનો. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આજે ભારત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવતો દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો દેશ છે. ૧૦ વર્ષ પહેલાં ભારતમાં માત્ર ૫૦૦થી પણ ઓછાં સ્ટાર્ટઅપ હતાં, આજે એની સંખ્યા ૨,૦૯,૦૦૦થી વધુ છે. ભારતના યુવાનોનું ફોકસ રિયલ સમસ્યાઓ સૉલ્વ કરવા પર છે. આપણા યંગ ઇનોવેટર્સે નવાં સપનાં જોવાનું સાહસ દેખાડ્યું છે જેની હું સરાહના કરું છું. જ્યારે પણ દુનિયામાં સ્ટાર્ટઅપ જર્નીની વાત થશે ત્યારે આપણા દેશના યુવાનો કેસસ્ટડી બનશે.’
૨૦૨૫માં ૫૦,૦૦૦ સ્ટાર્ટઅપ
ગયા વર્ષે ભારતમાં ૫૦,૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ શરૂ થયાં હતાં. મતલબ કે દરરોજ લગભગ ૧૩૬ નવાં સ્ટાર્ટઅપ શરૂ થયાં છે. આજે કુલ ૨,૦૯,૦૦૦ સ્ટાર્ટઅપ્સ છે જે ૨૧ લાખ લોકોને રોજગાર આપે છે. જોકે છેલ્લાં ૧૦ વર્ષમાં ૬૩૮૫ સ્ટાર્ટઅપ બંધ થઈ ગયાં છે.


