BESTના કાફલામાં કુલ ૨૬૬૧ બસ છે જેમાંથી ૪૩૦ બસ જ BESTની પોતાની છે, બાકીની બધી બસ લીઝ પર લેવામાં આવી છે
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના કર્મચારીઓ જેટલું જ કામ કરતા BESTની લીઝ પરની બસના કર્મચારીઓએ BESTના કર્મચારીઓ જેટલો જ પગાર અને ભથ્થાં મળવાં જોઈએ એવી માગણી કરી રહ્યા છે. આ માગણી માટે હડતાળ કરવી કે નહીં એેનો નિર્ણય લેવા છેલ્લા બે મહિનાથી તેઓ વોટિંગ કરી રહ્યા હતા. એ બદલનો નિર્ણય ૭ ઑગસ્ટે બેસ્ટ દિનના દિવસે લેવામાં આવશે એમ યુનિયન લીડર શશાંક શરદ રાવે જણાવ્યું હતું. BESTના કાફલામાં કુલ ૨૬૬૧ બસ છે જેમાંથી ૪૩૦ બસ જ BESTની પોતાની છે, બાકીની બધી બસ લીઝ પર લેવામાં આવી છે.

