ફ્રાન્સમાં ૩૦ જુલાઈએ યોજાયેલા એક ઑક્શનમાં માઇકલ જૅક્સને ૧૯૯૭ની કૉન્સર્ટમાં પહેરેલાં ડાઘાવાળાં જૂનાં મોજાં વેચાવા માટે મુકાયાં હતાં. આ મોજાં સફેદ રંગનાં હતાં અને એમાં રાઇનસ્ટોન જડેલા હતા. વર્ષો સુધી પડી રહેવાને કારણે એમાં પીળા ડાઘા પડી ગયા છે.
માઇકલ જૅક્સન અને તેમના ડાઘાવાળાં જૂનાં મોજાં
ફ્રાન્સમાં ૩૦ જુલાઈએ યોજાયેલા એક ઑક્શનમાં માઇકલ જૅક્સને ૧૯૯૭ની કૉન્સર્ટમાં પહેરેલાં ડાઘાવાળાં જૂનાં મોજાં વેચાવા માટે મુકાયાં હતાં. આ મોજાં સફેદ રંગનાં હતાં અને એમાં રાઇનસ્ટોન જડેલા હતા. વર્ષો સુધી પડી રહેવાને કારણે એમાં પીળા ડાઘા પડી ગયા છે. જોકે એ પછી પણ માઇકલ જૅક્સનના ચાહકોએ એ ખરીદવા માટે પડાપડી કરી હતી. હિસ્ટરી વર્લ્ડ ટૂર પર્ફોર્મન્સ આપ્યા બાદ આ મોજાં તેના ડ્રેસિંગ-રૂમમાં કચરામાં નાખી દેવામાં આવ્યાં હતાં, પરંતુ તેના ટેક્નિશ્યનોએ એ અલગ કાઢીને સાચવી રાખ્યાં હતાં. એક ચાહકે આ પીળાં પડી ગયેલાં મોજાંની જોડી ૭૬૮૮ યુરો એટલે કે લગભગ ૭.૭૫ લાખ રૂપિયામાં ખરીદી લીધી હતી.

