શ્રીનગર જઈને રાજનાથ સિંહે બિરદાવ્યા ભારતના જવાનોને
ગઈ કાલે શ્રીનગરની બદામી બાગ કૅન્ટોનમેન્ટમાં આર્મીના જવાનો સાથે રાજનાથ સિંહ. તેમણે સૈનિકોની શૂરવીરતાને બિરદાવીને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું.
પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાંઓ પર ઑપરેશન સિંદૂર હેઠળ લશ્કરી કાર્યવાહીની સફળતા બાદ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા હતા. અહીં સુરક્ષાની સમીક્ષા કરતી વખતે તેમણે પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે....
ADVERTISEMENT
- હું પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા તમામ નિર્દોષ નાગરિકો અને ઑપરેશન સિંદૂર દરમ્યાન શહીદ થયેલા આપણા સૈનિકોને સલામ કરું છું. હું ઘાયલ સૈનિકોની હિંમતને પણ સલામ કરું છું અને તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
- તમે સરહદ પાર પાકિસ્તાનની ચોકીઓ અને બન્કરોનો જે રીતે નાશ કર્યો એ દુશ્મન ક્યારેય ભૂલી શકશે નહીં. તમે જોયું હશે કે લોકો સામાન્ય રીતે ઉત્સાહમાં હોશ ગુમાવી દે છે, પરંતુ તમે તમારો ઉત્સાહ અને તમારી સંવેદના જાળવી રાખીને ખૂબ જ સમજદારીથી દુશ્મનનાં ઠેકાણાંઓનો નાશ કર્યો.
- પાકિસ્તાન જ્યાં ઊભું રહે છે ત્યાંથી માગવાવાળાની લાઇન ત્યાંથી શરૂ થાય છે. તમે હમણાં જ સાંભળ્યું હશે કે તેઓ ફરી એક વાર ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF) પાસે લોન માગવા ગયા હતા. બીજી બાજુ આજે આપણો દેશ એવા દેશોની શ્રેણીમાં આવે છે જે IMFને ભંડોળ આપે છે જેથી IMF ગરીબ દેશોને લોન આપી શકે.

