ભારતીય સેનામાં કાર્યરત પ્રાણીઓની ટીમ પહેલી વાર સંગઠિત રૂપથી પરેડમાં કદમથી કદમ મિલાવતી અને કરતબો દેખાડતી જોવા મળશે
અત્યારથી આ ઍનિમલ ટીમની પ્રૅક્ટિસ શરૂ થઈ ગઈ છે
આ વર્ષે ગણતંત્ર દિવસ પર ભારતમાં એક દુર્લભ દૃશ્ય જોવા મળશે. આ દિવસે મોટા ભાગે સૈન્યની શક્તિનું પ્રદર્શન થતું હોય છે. આ વખતે એમાં ભારતીય સેનામાં સામેલ તાલીમબદ્ધ પ્રાણીઓની ટીમ પહેલી વાર કર્તવ્ય પથ પર માર્ચ કરતી જોવા મળશે. ભારતીય સેનામાં કાર્યરત પ્રાણીઓની ટીમ પહેલી વાર સંગઠિત રૂપથી પરેડમાં કદમથી કદમ મિલાવતી અને કરતબો દેખાડતી જોવા મળશે. દેશની રક્ષામાં આ પશુઓનું પણ આગવું યોગદાન છે. એમાં બે બૅક્ટ્રિયન ઊંટ, ચાર ઝંસ્કાર પોની, ચાર શિકારી પંખીઓ, ભારતીય નસલના સૈન્યની તાલીમ પામેલા ૧૦ ડૉગીઝ અને અન્ય ૬ ટ્રેડિશનલ આર્મી-ડૉગ્સ પણ સામેલ થશે.
અત્યારથી આ ઍનિમલ ટીમની પ્રૅક્ટિસ શરૂ થઈ ગઈ છે.


