Three Floor House collapsed in Meerut: સ્થાનિક પોલીસની સાથે NDRF-SDRFનું રેસ્ક્યુ ઓપરેશન 17 કલાક પછી પણ ચાલી રહ્યું છે.
મકાન ધરાશાયી થયા બાદ રેસ્ક્યૂ મિશન હાથ ધરવામાં આવ્યું હતું (તસવીર: પીટીઆઇ)
કી હાઇલાઇટ્સ
- મેરઠમાં ત્રણ માળનું મકાન ધરાશાયી
- એક જ પરિવારના 15 લોકો કાટમાળ નીચે દટાયા હતા
- 10 લોકોના મોત થયા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા
ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીંના ઝાકિર કોલોનીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી (Three Floor House collapsed in Meerut) થતાં કાટમાળ નીચે એક જ પરિવારના 15 લોકો દટાયા હતા. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ લોહિયા નગર પોલીસ, સ્થાનિક લોકો, ફાયર બ્રિગેડ સહિત SDRF-NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કેટલાક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ હોનારતમાં દોઢ વર્ષની બાળકી સહિત 10 લોકોના મોત થયા છે. કાટમાળ નીચે દટાયેલાં લોકોને બચાવવા માટે SDRF-NDRF ટીમ સાથે સ્નિફર ડોગ્સ પણ તહેનાત કરવામાં આવ્યા હતા.
મેરઠના લોહિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારની ઝાકિર કોલોનીમાં (Three Floor House collapsed in Meerut) શનિવારે સાંજે લગભગ 5:15 વાગ્યે એક 35 વર્ષ જૂનું મકાન ધરાશાયી થયું હતું તે બાદ બચાવ કાર્ય સતત 17 કલાક ચાલ્યું હતું. સમારકામના અભાવે મકાન એકદમ જર્જરિત બની ગયું હતું. મકાનના કાટમાળ નીચે 15 લોકો દટાયા હોવાની માહિતી મળતા જ એડીજી ડીકે ઠાકુર, કમિશનર સેલવા કુમારી જે, આઈજી નચિકેતા ઝા, એસએસપી વિપિન ટાડા, જિલ્લા મેજિસ્ટ્રેટ દીપક મીના અને ઘણા સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ADVERTISEMENT
ઘટનાસ્થળે પહોંચેલા એડીજી ડીકે ઠાકુરે જણાવ્યું કે, આ અકસ્માત ગઇકાલે સાંજે 5.15 વાગ્યાની આસપાસ થયો હતો. કેટલાક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. મકાન ધરાશાયી થતાં તેના કાટમાળ નીચે દબાઈ જવાથી દોઢ વર્ષની બાળકી સહિત 10 લોકોના મોત થયા છે. મૃતકોમાં કુલ પાંચ બાળકોનો સમાવેશ છે. આ ઘર એક વિધવા મહિલાનું હતું, જે અહીં તેના પુત્રોના પરિવાર સાથે રહે છે. ત્રણ માળના મકાનના (Three Floor House collapsed in Meerut) ભોંયતળિયે એક ડેરી ચાલતી હતી, તેથી ઘણી ભેંસો પણ કાટમાળ નીચે દટાઈ ગઈ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મકાન ધરાશાયી થતાં જ સિલિન્ડર ફાટવાનો અવાજ આવ્યો હતો. અમે કાટમાળ નીચે દટાયેલા પરિવારને બચાવવા દોડ્યા. તેમજ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સાંકડી ગલીના કારણે જેસીબી ગલીમાં પ્રવેશી શક્યું ન હતું.
ફાયર બ્રિગેડની ટીમે મેન્યુઅલ રેસ્ક્યુ શરૂ કર્યું હતું. બે કલાક પછી NDRF-SDRF મશીનો (Three Floor House collapsed in Meerut) આવ્યા. આ પછી ઝડપથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાંચ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે 10 લોકોના મોત થયા હતા, અકસ્માતની નોંધ લેતા સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ બચાવ કામગીરી ઝડપી બનાવવા અને શક્ય તમામ મદદ પૂરી પાડવા જણાવ્યું હતું. સ્થાનિક પોલીસની સાથે NDRF-SDRFનું રેસ્ક્યુ ઓપરેશન 17 કલાક પછી પણ ચાલી રહ્યું છે.