નાણામંત્રી નિર્મલા સીતારમણે પરોક્ષ કરવેરાના ક્ષેત્રમાં મોટા સુધારાઓની જાહેરાત કરી છે. નાણાં મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવું આવકવેરા બિલ સામાન્ય માણસને સમજવા માટે સરળ અને સ્પષ્ટ હશે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે વ્યક્તિગત આવકવેરાના સુધારા મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ ડિડક્શનની મર્યાદા બમણી કરીને 1 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે.