Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પત્તાં રમતાં-રમતાં છેલ્લા શ્વાસ લેનારા ૯૭ વર્ષના દાદાના અંતિમ સંસ્કાર કર્યા પછી દોસ્તોએ સ્મશાનમાં પત્તાં રમીને

પત્તાં રમતાં-રમતાં છેલ્લા શ્વાસ લેનારા ૯૭ વર્ષના દાદાના અંતિમ સંસ્કાર કર્યા પછી દોસ્તોએ સ્મશાનમાં પત્તાં રમીને

Published : 23 February, 2026 12:27 PM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના નોહર ગામમાં રહેતા માંગીલાલ સૈની ૯૭ વર્ષની પાકટ વયે પણ સ્વસ્થ હતા

માંગીલાલ

અજબ ગજબ

માંગીલાલ


રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના નોહર ગામમાં રહેતા માંગીલાલ સૈની ૯૭ વર્ષની પાકટ વયે પણ સ્વસ્થ હતા. તેમના જીવનનો એક જ રસનો વિષય હતો પત્તાંની ગેમ રમવી. જ્યારે પણ દાદા પત્તાં રમે એટલે ખીલી ઊઠે. માંગીલાલની સાથે પત્તાં રમવા આવનારાઓની કદી ખોટ નહોતી પડતી. તેમના દોસ્તો રોજ થોડાક કલાકો પત્તાં રમવા અચૂક આવતા. જોકે બે દિવસ પહેલાં માંગીલાલ દોસ્તો સાથે તેમની મનગમતી ગેમ રમી રહ્યા હતા ત્યારે જ અચાનક ઢળી પડ્યા. તેમના શ્વાસ બંધ થઈ ગયા. ભલાચંગા માંગીલાલ એમ જ અચાનક છોડીને જતા રહ્યા એ નવાઈની વાત હતી. જોકે જ્યારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે દોસ્તોએ તેમને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે અગ્નિદાહ આપ્યા પછી જ્યારે બધા સ્મશાનઘાટ પર બેઠા હતા ત્યારે દોસ્તોએ માંગીલાલની યાદમાં તેમની ચિતાની હાજરીમાં છેલ્લી એક વાર પત્તાંની ગેમ રમી હતી. આ અનોખી શ્રદ્ધાંજલિ ગામમાં ચર્ચાનો વિષય બની હતી. મોટા ભાગના લોકોએ દોસ્તીની આ મિસાલને વખાણી હતી. પરિવારજનોને એમાં કોઈ વાંધો નહોતો. 


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 12:27 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK