કેન્યામાં ઓશન સોલ નામની એક કંપની છે જેનું કામ છે દરિયામાં ફેંકાતાં રબરનાં સ્લિપર્સનું રીસાઇક્લિંગ.
દરિયામાં ફેંકાતાં રબરનાં સ્લિપર્સનું રીસાઇક્લિંગ
કેન્યામાં ઓશન સોલ નામની એક કંપની છે જેનું કામ છે દરિયામાં ફેંકાતાં રબરનાં સ્લિપર્સનું રીસાઇક્લિંગ. એનાથી બે ફાયદા થાય; એક, પૉલ્યુશન ઘટે અને બીજું, રબરના કચરામાંથી મનગમતાં અને શણગારી શકાય એવાં શિલ્પોનું સર્જન થાય. આ કંપનીએ સ્થાનિક લોકોને જ રબરનાં ફ્લિપ-ફ્લૉપ કચરામાંથી વીણી લાવવાનું કામ સોંપ્યું છે અને એ સ્થાનિક લોકોમાંથી જ જેમનો ઝુકાવ કલાત્મક રહ્યો હોય તેમને શિલ્પ બનાવવાની તાલીમ આપી છે. લગભગ એક દાયકાથી ચાલતા આ પ્રોજેક્ટ થકી કંપનીએ લાખો ટન સ્લિપર્સનો વેસ્ટ રીસાઇકલ કર્યો છે અને એનાથી દેશની જાહેર જગ્યાઓને સજાવવામાં આવી છે. સ્લિપર્સમાંથી જિરાફ, હાથી, હરણ જેવાં પ્રાણીઓ, શાકભાજીનાં નાનાં સૅમ્પલ્સ, લક્ઝુરિયસ કાર અને એવાં નયનરમ્ય શિલ્પો તમને કેન્યામાં ઠેર-ઠેર જોવા મળશે. આ પ્રોજેક્ટ પાછળનું એક જ મિશન છે પૃથ્વીને કચરાથી બચાવવી.


