ઑસ્ટ્રેલિયાની ઍક્ટ્રેસ અને ફિલ્મમેકર ક્લેર મૅકૅકૅનના ૧૩ વર્ષના દીકરા અત્રેયુએ સુસાઇડ કર્યું હતું
ઑસ્ટ્રેલિયાની ઍક્ટ્રેસ અને ફિલ્મમેકર ક્લેર મૅકૅકૅન દીકરા અત્રેયુ સાથે
ઑસ્ટ્રેલિયાની ઍક્ટ્રેસ અને ફિલ્મમેકર ક્લેર મૅકૅકૅનના ૧૩ વર્ષના દીકરા અત્રેયુએ સુસાઇડ કર્યું હતું. અત્રેયુ જે સ્કૂલમાં ભણતો હતો એ ન્યુ સાઉથ વેલ્સની પબ્લિક સ્કૂલમાં લાંબા સમયથી કેટલાક વિદ્યાથીઓ તેને બુલી કરતા હતા. એનાથી ત્રાસીને ટીનેજરે સુસાઇડ કરી લીધું. દીકરાને બહુ નાની ઉંમરે ગુમાવ્યા પછી હવે અભિનેત્રી ક્લેરને લાગે છે કે જો તે ક્રાયોજેનિક પદ્ધતિથી દીકરાના બૉડીને સાચવી રાખશે તો ભવિષ્યમાં તે તેને પુનર્જીવિત કરી શકશે. જોકે ક્રાયો પ્રિઝર્વેશન ખૂબ મોંઘું છે. એ માટે તેને ૩ લાખ ઑસ્ટ્રેલિયન ડૉલર એટલે કે લગભગ ૧.૬૫ કરોડ રૂપિયાની જરૂર છે. વ્યક્તિના મૃત્યુ પછી ૭ દિવસની અંદર ક્રાયોપ્રિઝર્વેશનની પ્રક્રિયા થઈ શકે એમ છે. એવામાં અભિનેત્રી આ પ્રોસેસ માટે જરૂરી રકમ એકઠી કરવા માટે લોકોને અપીલ કરી રહી છે કે તેને લોકોની સહાય જોઈએ છે. જો તેને ૭ દિવસની અંદર આ રકમ નહીં મળી તો ૧૩ વર્ષના દીકરાને તે કદી પુનર્જીવિત નહીં કરી શકે.
ક્રાયોપ્રિઝર્વેશનમાં શરીરને માઇનસ ૧૩૦ ડિગ્રી સેલ્સિયસ જેટલા નીચા તાપમાને જાળવવા માટે માઇનસ ૧૯૬ ડિગ્રીના લિક્વિડ નાઇટ્રોજનમાં રાખવામાં આવે છે. એનાથી લાંબા ગાળા સુધી શરીરમાં ડીજરેશનની પ્રક્રિયા રોકી શકાય છે.

