બાળસહજ વૃત્તિથી બેબી હાથી એક પાતળા થાંભલાની પાછળ સંતાઈ જાય છે. છેને ક્યુટ મોમેન્ટ?
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
માણસ હોય કે હાથી, બાળપણમાં મસ્તી કરીને છુપાઈ જવાની સ્વાભાવિક વૃત્તિ સેમ જ રહેવાની. થાઇલૅન્ડના ચિઆન્ગ મેઈ શહેરમાં જ્યાં હાથીઓ માણસો સાથે ખૂબ ફ્રેન્ડ્લી થઈને રહે છે ત્યાંનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. એમાં એક નાનું એલફિન્ટ બેબી રાતના અંધારામાં ખેતરમાં જઈને શેરડી ખાય છે. જોકે ત્યાં આવેલા કોઈ વાહનના અજવાળાને કારણે એને ખબર પડે છે કે એની શેરડીની ચોરી પકડાઈ ગઈ. બાળસહજ વૃત્તિથી બેબી હાથી એક પાતળા થાંભલાની પાછળ સંતાઈ જાય છે. છેને ક્યુટ મોમેન્ટ?

