બિલ્ડિંગની દીવાલ સાથે ઑલમોસ્ટ ટચ થઈ ગયો છે આ ફ્લાયઓવર, જાણે એ બિલ્ડિંગમાં જવા માટે જ બન્યો હોય! આ વિચિત્ર દૃશ્ય સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં લોકો એને વિશ્વની આઠમી અજાયબી કહી રહ્યા છે
વાયરલ તસવીર
ભારતના દરેક વિકાસશીલ શહેરમાં આજકાલ લાંબા ઓવરબ્રિજ અને રેલવેલાઇનો નખાઈ રહ્યાં છે. એવામાં લખનઉમાં બે લેનનો એક કિલોમીટર લાંબો રેલવે ઓવરબ્રિજ બની રહ્યો હતો. આ બ્રિજનો આશય લોકોની સફરને સરળ બનાવવાનો હતો, પરંતુ આ કૃષ્ણાનગર-કેસરીખેડા ઓવરબ્રિજનું પ્લાનિંગ જે રીતે થયું એને કારણે એ બ્રિજ પૂરો જ નથી થઈ શક્યો. હાલમાં આ ફ્લાયઓવર અન્ડર-કન્સ્ટ્રક્શન છે અને એ એક કૉર્નર પાસે સીધો એક બિલ્ડિંગની અંદર ઘૂસી રહ્યો છે. બિલ્ડિંગની દીવાલ સાથે ઑલમોસ્ટ ટચ થઈ ગયો છે આ ફ્લાયઓવર, જાણે એ બિલ્ડિંગમાં જવા માટે જ બન્યો હોય! આ વિચિત્ર દૃશ્ય સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં લોકો એને વિશ્વની આઠમી અજાયબી કહી રહ્યા છે. ઇન્ટરનેટ પર ભલે એ હસી-મજાકનો વિષય બન્યો, પરંતુ અહીં રહેતા લોકો માટે એ ખરેખર મુસીબત છે. એવું કહેવાઈ રહ્યું છે કે જમીનના વિવાદને કારણે આ ગરબડ થઈ છે. જોકે એને કારણે મહિનાઓથી આ ફ્લાયઓવરનો પ્રોજેક્ટ હવામાં જ લટકી રહ્યો છે.

