કંઈક ખાવા મળશે એવું વિચારીને રીંછે ટિનના ડબ્બામાં મોં ઘુસાવ્યું હતું અને પછી એ ડબ્બો માથામાં ભરાઈ ગયો હતો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હિમાચલ પ્રદેશના ચંબામાં લગભગ ૧૫,૦૦૦ ફુટની ઊંચાઈએ મણિમહેશ કૈલાસ ઝરણા પાસે એક રીંછભાઈ દયનીય હાલતમાં જોવા મળ્યા હતા. કંઈક ખાવા મળશે એવું વિચારીને રીંછે ટિનના ડબ્બામાં મોં ઘુસાવ્યું હતું અને પછી એ ડબ્બો માથામાં ભરાઈ ગયો હતો. એ પછી રીંછભાઈએ છુટવા માટે ખૂબ હવાતિયાં માર્યાં. સ્થાનિક લોકોએ રીંછને મદદ કરવાની કોશિશ કરી, પણ એકદમ ઝનૂને ચડી ગયેલા પ્રાણીથી ડર પણ લાગતો હતો. સફળતા ન મળી એટલે ગ્રામવાસીઓએ વન-વિભાગને જાણ કરી હતી. એ પછી વન-વિભાગની રેસ્ક્યુ ટીમે આવીને રીંછને ટિનમાંથી મુક્ત કરીને જંગલમાં છોડી દીધું હતું.


