સર્જરી કરીને કોબ્રાને ૮૦ ટાંકા લીધા હતા. સર્જરી પછી કોબ્રા ફરીથી સર્પમિત્રોને સોંપી દીધો હતો
સર્પમિત્રોનું કહેવું છે કે હવે સાપ સ્વસ્થ છે. પૂરો સાજો થશે એ પછી એને જંગલમાં છોડી દેવામાં આવશે.
નવી દિલ્હીમાં વિક્રમનગર ઔદ્યોગિક વિસ્તારમાં ખોદકામનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે એક સાપ અર્થમૂવરની અડફેટે ચડી જતાં ઘાયલ થઈ ગયો હતો. અર્થમૂવરના શાર્પ દાંતાને કારણે સાપનો ઘણો મોટો ભાગ ચિરાઈ ગયો હતો. ઘાયલ સાપ તરફડી રહ્યો હતો એટલે લોકોએ તરત જ સર્પમિત્રને બોલાવ્યા હતા. બે સર્પમિત્રો ત્યાં આવ્યા અને એને લઈને પશુ ચિકિત્સાલયમાં પહોંચ્યા હતા. સર્પમિત્રો ઘાયલ સાપનો ઇલાજ કરાવવા માટે એક પ્રાઇવેટ ઍનિમલ સેન્ટરમાં લઈને પહોંચ્યા હતા. ત્યાં ડૉ. મુકેશ જૈને સાપ પર બે કલાક સર્જરી કરી હતી અને અંદરના અવયવોને રિપેર કરવાની સર્જરી કરીને કોબ્રાને ૮૦ ટાંકા લીધા હતા. સર્જરી પછી કોબ્રા ફરીથી સર્પમિત્રોને સોંપી દીધો હતો. સર્પમિત્રોનું કહેવું છે કે હવે સાપ સ્વસ્થ છે. પૂરો સાજો થશે એ પછી એને જંગલમાં છોડી દેવામાં આવશે.


