દિલ્હી પોલીસની કૉન્સ્ટેબલ સોનિકા યાદવે આંધ્ર પ્રદેશમાં યોજાયેલા ઑલ ઇન્ડિયા પોલીસ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને ૧૪૫ કિલોનું વજન ઉઠાવીને સૌને ચોંકાવી દીધા હતા.
૭ મહિનાની પ્રેગ્નન્ટ પોલીસ-કૉન્સ્ટેબલ ૧૪૫ કિલો વજન ઉઠાવીને જીતી મેડલ
દિલ્હી પોલીસની કૉન્સ્ટેબલ સોનિકા યાદવે આંધ્ર પ્રદેશમાં યોજાયેલા ઑલ ઇન્ડિયા પોલીસ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને ૧૪૫ કિલોનું વજન ઉઠાવીને સૌને ચોંકાવી દીધા હતા. ચોંકવાનું કારણ એ હતું કે સોનિકાએ આ કામ ૭ મહિનાની પ્રેગ્નન્સી દરમ્યાન કર્યું હતું.
સોનિકા યાદવને જ્યારે મે મહિનામાં ખબર પડી કે તે પ્રેગ્નન્ટ છે ત્યારે સૌને લાગેલું કે તે જિમમાં જવાનું અને વર્કઆઉટ કરવાનું બંધ કરી દેશે, પણ સોનિકાએ એવું ન કર્યું. તેણે નિષ્ણાતની નિગરાનીમાં પોતાની પહેલાં જેવી જ એક્સરસાઇઝ ચાલુ રાખી. સાતમા મહિને તેણે પોલીસો માટેની વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ભાગ લઈને ૧૪૫ કિલો વજન ડેડલિફ્ટ કર્યું હતું. તેણે ૧૨૫ કિલો સ્ક્વૉટ્સ, ૮૦ કિલો બેન્ચ પ્રેસ અને ૧૪૫ કિલો ડેડલિફ્ટ કરીને બૉન્ઝ મેડલ જીત્યો હતો. વિદેશની લ્યુસી માર્ટિન સોનિકાની રોલમૉડલ હતી. લ્યુસીને ઇન્સ્ટાગ્રામ પર કૉન્ટૅક્ટ કરીને તેણે પ્રેગ્નન્સી દરમ્યાન ટ્રેઇનિંગમાં શું ધ્યાન રાખવું એની ટિપ્સ પણ લીધી હતી.


